________________
ઉપયોગ શરુ થાય છે. વિવિધ પ્રકારની વિદ્યા શીખવવાનું શરુ થાય છે. ૩૬ જાતિઓ અસ્તિત્વમાં આવે છે. ૭૨ કલા અને ૧૮ લિપિઓ શરુ થાય છે. આ કાળમાં જ તીર્થકર પણ જન્મે છે તે સઘળા ઘાતી કર્મોનો ક્ષય કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી તીર્થની સ્થાપના કરે છે. આ અરસામાં ચક્રવર્તિની પણ ઉપતિ થાય છે
ચોથા આરાનું નામ દુ:ખમાં સુખમ છે. હવે દુઃખનું પ્રમાણ વધારે છે, સુખ ઓછુ છે. ત્રીજા આરામાં પ્રથમ તીર્થકર તથા પ્રથમ ચક્રવર્તિ જન્મે છે. ચોથા આરામાં બાકીના ૨૩ તીર્થકર ૧૧ ચક્રવર્તિ, ૮ બળદેવ, ૮ વાસુદેવ અને ૯ પ્રતિ વાસુદેવ થાય છે. ત્રીજા તથા ચોથા આરાની આ કુલ ૬૩ વિશિષ્ઠ પ્રતિભા એટલે જ શલાકા પુષ્પો.
પછી આવે છે દુઃખમ નામનો પાંચમો આરો ચોથા આરામાં છેલ્લે ચોવીસમા તીર્થંકર થઈ ગયાં હોય છે. પાંચમાં આરામાં તીર્થકર નથી જેઓ ચોથા આરામાં જનમ્યા હોય અને પાંચમાં આરામાં જીવિત હોય તે તેમને કેવળજ્ઞાન શક્ય છે. પાંચમાં આરામાં જન્મેલાને કેવળજ્ઞાન તથા મોક્ષ નથી ( જંબુ સ્વામી આ અવસર્પિણીના છેલ્લા કેવળજ્ઞાની થઈ ગયાં.
પાંચમાં આરામાં ધર્મ ઘટે છે, અધર્મ વધે છે. નીચેની ૩૦ વસ્તુઓ થાય છે.
૧ શહેરોની દુદશ થાય ૨ ગામડા સ્મશાન જેવાં થાય. ૩ સારાં કુળમાં જન્મેલાં દાસ બને ૪ રાજાઓ ક્રર બને ૫ સ્ત્રીઓમાં દુરાચાર પ્રવેશે ૬ પિતાની આજ્ઞા પુત્ર ન પાળે ૭ ગુરુનું માન શિષ્ય ન રાખે ૮ ખરાબ લોકો ધનિક થઈ શકે ૯ સારા માણસો દુ:ખી પણ હોય. ૧૦ સાપ વીંછી જેવા નાના નાના જીવો વધે
S૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org