________________
ચક્રવર્તિને ચૌદ રત્નોની પ્રાપ્તિ થાય છે. બાર ચક્રવર્તિઓમાંથી આઠ મોક્ષે જાય છે. બે નરકમાં, બે સ્વર્ગમાં જાય છે અને તે ચારેય માનવભવ મેળવીને મોક્ષે જાય છે.
ચક્રવર્તિથી અધાં પરાક્રમવાળા. ત્રણ ખંડ પૃથ્વીનાં ભોક્તા એવાં નવ વાસુદેવો થાય છે, તેઓ કૃષ્ણ વર્ણનાં હોય છે. વાસુદેવના ઓરમાન ભાઈ બળદેવ હોય છે. દા.ત. આઠમા વાસુદેવ લમણના ઓરમાન ભાઈ તે આઠમા બળદેવ પદમ ( રામ ). વાસુદેવની સામે પ્રતિ વાસુદેવ પણ હોય છે. વાસુદેવ દ્વારા પ્રતિ વાસુદેવની હત્યા થાય છે. પહેલાં વાસુદેવથી પહેલાં પ્રતિ વાસુદેવની હત્યા થાય છે એમ કમ સમજવાનો છે.
ત્રિશષ્ઠિ શલાકામાં વાતાંની સાથોસાથ માહિતીનો ખજાનો છે.
આ લોકમાં આવેલાં વિવિધ પ્રદેશ-દેશી-ખંડો-ક્ષેત્રોની નામાવલિ, કેટલાક ક્ષેત્ર તે બીજા ગ્રહો પર છે. ત્યાંના કાળ-માન, શરીરના માપ છે. જૂદાં છે. તેનું સવિસ્તર વર્ણન છે. . પ્રથમ આ તીર્થકર ઋષભ દેવ ભગવાને અનિનો ઉપયોગ તથા ખેતી કરતાં શીખવ્યું . પ્રાથમિક દશામાં જીવતાં મનુષ્યોને તેમણે વિવિધ કળાઓ શીખવી. શામ, દામ, ભેદ અને દંડની રાજનીતિ શીખવી આ સિવાય ૭૨ કળાઓ શીખવી. આ કળાઓનાં નામ
લેખન, ગણિત, ગીત, નૃત્ય, વાધ, પઠન, શિક્ષા, જ્યોતિષ, છંદ, અલંકાર, વ્યાકરણ, નિર્યુક્તિ, કાવ્ય, કાત્યાયન, નિઘંટુ, ગજ-આરોહણ, અશ્વારોહણ, તપોશિક્ષા, શસ્ત્ર વિધા, રસ, મંત્ર, યંત્ર, વિષ, ખત્ય. ગધ, પ્રાકૃત, સંસ્કૃત, પેશાચિક, અપભ્રંશ.
સ્મૃતિ, પાણ, વિધિ, સિદ્ધાંત, તર્ક, વૈદક, વેદ, આગમ, સંહિતા, ઈતિહાસ, સામુદ્રિક , વિજ્ઞાન આર્યક, રસાયણ, કપટ, વિધાનુવાદ, દર્શન, સંસ્કાર, ધૂર્તતા, મણિકર્મ, તરુ ચિકિત્સા, ખેચરી, અમરી, ઈન્દુઝીવ, પાતાલ સિદ્ધિ, યંત્ર કરસવતી, સર્વ કરણી, પ્રાસાદ લક્ષણ, પણ-હાટ, ચિત્ર કલા, લેપ કર્મ, ચર્મ કર્મ, પત્રછેદ, નખ છેદ, વાહન પરીક્ષા, વશીકરણ, કાષ્ટઘટન, દેશ ભાષા. ગારુડી,
49
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org