SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રિષષ્ઠિ શલાકા પુરુષ-ચરિત્ર પ.પૂ.આચાર્યશ્રીનો આ મહાગ્રંથ અન્ય ગ્રંથો કરતાં જૂદો જ તરી આવે છે. આ ગ્રંથમાં ૩ શલાકા પુરુષના ચરિત્રો છે, આખો ગ્રંથ કથા વાતોથી સભર છે.સંવત ૧૧૭૦-૭૨ દ૨મ્યાન આ ગ્રંથ લખાયો હશે. તેમાં ૩૦૦૦ શ્લોકો છે. ગ્રંથમાં દશ પર્વ છે. આ ચરિત્ર ગ્રંથ માત્ર એતિહાસિક દષ્ટિએ જ નહીં પરંતુ સંશોધનના અનેક વિષયોની દષ્ટિએ રસપ્રદ છે. કથા વાતાના શોખીનો માટે એમાં વાતાઓને અમૂલ્ય ખજાને છે. કુમારપાળ મહારાજાના પ્રતિબોધ માટે આ ગ્રંથ બનાવ્યા હતા તેવા ઉલ્લેખો તેમાં છે. આ ગ્રંથમાં તીર્થકરો. ચક્રવર્તાિઓ, બળદેવો, વાસુદેવો અને પ્રતિ વાસુદેવોનાં ચરિત્રો આલેખેલાં છે. તીર્થકર ચરિત્રમાંથી એવું શીખવા મળે છે કે તીર્થકરો પણ માનવીઓ હતાં. અહિંસા, સંયમ અને તપના માર્ગે ચાલીને, રાગ-દ્વેષ પર વિજય મેળવીને તથા પરિષહો સહીને તેમણે કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરી, તીર્થંકર થયાં અને પછી સિદ્ધ ગતિ પ્રાપ્ત કરી. તીર્થકર ચરિત્ર એટલે પ્રભુ કથિત માર્ગે જીવનમાં આગળ વધવાની પ્રેરણા. સંસાનું સુખ છોડીને, ક્ષણિક ભોગોનો ત્યાગ કરીને તેની દીક્ષા ગ્રહણ કરે છે. સંયમના માર્ગે વિચરતા તેઓ સ્વ-પ૨નું કલ્યાણ કરે છે. ધર્મ પ્રવતાવે છે અને તીર્થની સ્થાપના કરતાં હોવાથી તીર્થકર કહેવાય છે. ચક્રવર્તાિ, વાસુદેવ અને પ્રતિ વાસુદેવ ચરિત્ર આપણને બોધ આપે છે કે કર્મ કોઈને છોડતું નથી. શુભ કર્મ કરનાર શુભ ગતિને પામે છે અને અશુભ કર્મો કરનાર દુર્ગતિને પામે છે. કર્મની આ ગહન લીલા સમજવા અને તેમાંથી બોધપાઠ લેવા આ ચરિત્ર વાંચવા જોઈએ. આ ગ્રંથ બે હજારથી વધારે પાનાઓમાં સમાય તેવડો છે.ટૂંકામાં જ બથા ચરિત્રોનું વર્ણન કરવા જઈએ તે પણ ૨૫૦ થી ૩૦૦ પાના થાય. અત્રે મયૉદાને લક્ષમાં લઈને આપણે તે માત્ર તીર્થકરો, ચક્રવર્તાિઓ, ઈ. ૬૩ શલાકા પુરુષોના નામ તથા એક બે ચરિત્ર વિષે ટૂંકામાં ખ્યાલ મેળવીને સંતોષ માનીશ. કેટલીક અન્ય રસપ્રદ વિગતો તરફ પણ વિહંગાવલોકન કરી લઇશુ.. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005252
Book TitleHemsiddhi
Original Sutra AuthorN/A
AuthorVinod Kapashi
PublisherZaveri Foundation
Publication Year
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy