________________
છે. તેમના ગ્રંથોમાં સ્થળે સ્થળે તેમના અપ્રતિમ જ્ઞાનના દર્શન થાય છે. તેમની મહાન પ્રતિભાથી તેમણે સાહિત્યરાજકારણ અને જન જીવન પર મહા પરિવર્તન આણ્યા. તેમણે સારુ હોય તે સઘળું જ
સ્વીકાર્યું અને સર્વ સારા તત્વો વડે તે સ્વીકૃતિ પામ્યાં. તેમના વિના સોલંકી વંશના ઈતિહાસને સમજી જ ન શકાય સોલંકી વંશના બએ રાજવીઓ સાથે પરિચય કેળવીને બંન્નેના જય દ૨બા૨માં તેમણે મહત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું. શ્રી કનૈયાલાલ મુનશી કહે છે કે તેમણે ગુજરાતીમાં અસ્મિતા આણી. મુનિશ્રી પૂણ્યવિજયજી તેમને
સ્યાદ વાદ વિજ્ઞાન મૂર્તિ કહે છે. પીટર્સન તેમને "આસન ઓફ નોલેજ કહે છે. તેમના શિષ્ય તેમને વિધાંભોનિધિમંથમંદરગિરિ કહ્યા
પાટણની ધરતી પર વિચરતાં. પાટણનાં મહાલયો સમક્ષ દષ્ટિ માંડતાં અને પાટણની ગૌરવશીલ પ્રજાના પૂજય ગુરુ એવા હેમચંદ્રાચાર્યની કલ્પના મનને ભાવ વિભોર કરી દે છે. કલિકાલ સર્વનું યથાર્થ બિરુદ જેમને પ્રાપ્ત થયું હતું એવા આ મહર્ષિનું ગુજરાત સદાયને માટે ત્રાણી છે હેમચંદ્રાચાર્યનાં શિષ્યોમાં રામચંદ્ર સુરિ વિશેષ જાણીતાં છે. સિદ્ધરાજે તેમને કવિ કટારમલ્લનું બિરૂદ આપ્યું હતું. શબ્દ શાસ્ત્ર,
ન્યાય શાસ્ત્ર અને કાવ્ય શાસ્ત્રનાં તે મહા પંડિત હતાં. તેમાં સમસ્યા પૂરવાની શકિત હતી. જમણી આંખ તેમણે ગુમાવેલી હતી. તેમણે સો પ્રબંધ ગ્રંથો લખ્યાં હતાં. પરંતુ મોટા ભાગનાં ગ્રંથો અત્યારે ઉપલÀ નથી. રામચંદ્ ઉપરાંત ગુણચંદ્, મહેન્દ્ર સુરિ. દેવચંદ્ર, વર્ધમાન ગણિ, યશશ્ચંદું, ઉદયચંદુ અને બાલચંદુ હતાં. મોટા ભાગનાં શિષ્યોમાં વધતા ઓછા પ્રમાણમાં વિદ્વતા હતી જ. બાલચંદ્ર પોતે રામચંદ્ર સુરિના પ્રતિસ્પર્ધી થયાં હતાં. કુમારપાળ પછી ગાદીએ આવેલા અજયપાળને ઉશ્કેરીને તેમણે રામચંદ્ર સુરિને મારી નખાવ્યાં હતાં. હેમચંદ્રાચાર્ય એટલે ગુજરાતમાં જ્ઞાનની સરિતા વહેડાવનાર મહાપુરુષ, ગુજરાતમાં સંસ્કારોનું સિંચન કરનાર મહાન વિભૂતિ. જીવનની એક એક ક્ષણ તેમણે ગુર્જર દેશ માટે-ધર્મ માટે-સંસ્કાર માટે ગાળી........................આવી મહાન વિભૂતિને કોટિ કોટિ વંદનાઓ.
40 For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org