________________
જૂઓ કે શું થયું છે. કુમારપાળે તેમની સલાહ પ્રમાણે કર્યું. બધા જાનવરોને મંદિરના ચોકમાં પૂરી દેવામાં આવ્યા. બીજી સવારે પૂજારીઓની હાજરીમાં દરવાજા ખોલવામાં આવ્યા. બધા જ પશુઓ સાજા સારા હતા. રાજાએ પૂજારીઓને બોલાવીને કહ્યું કે બધા જ પશુઓ દેવીને અર્પણ કરવામાં આવ્યાં હતાં, ભોગ ધરાવ્યો હતો અને દેવીની ઇચ્છા હોતતે તેમણે ભોગ સ્વીકાર્યો હોત પરંતુ બધા જ પશુ જીવે છે તે જોતા જ જણાઈ આવે છે કે દેવીને આ ભોગ ખપત નથી. એક સમર્થ પંડિત દેવબોધિની વાત પણ જાણવા જેવી છે. દેવબોધિએ કુમારપાળને ખુશ કરવા અને પોતાની ચોગિક વિધાન ચમત્કાર બતાવવા જાતજાતના ઉપાયો કયાં. કંઈક ચમત્કારો કયો અને રાજાને વિચલિત કરવા પ્રયત્નો કર્યાં. આચાર્યો જ્યારે આ વાત જાણી ત્યારે તેમણે પણ અનિચ્છાએ, પરંતુ રાજાને ભમ દૂર કરવા માટે પોતાની ચમત્કાર શકિત દશાવી. વ્યાખ્યાનમાં પતે એક ઉપર બીજી એમ સાત પાટો ગોઠવી અને સૌથી ઉપર વ્યાખ્યાન કરવા બેઠા. પછી કુમારપાળ મહારાજાના આગમન બાદ એક પછી એક પાટો લઈ લેવામાં આવી પરંતુ ગુરુત તેમના સ્થાને યથાવત અદ્ધર જ બેઠેલાં હતા. હેમચંદ્રાચાર્ય અને દેવબોધિનાં બીજા પ્રસંગો પણ જાણીતા છે. એકવાર દેવબોધિ અને હેમાચાર્ય વચ્ચે તિથિમાં નિર્ણય અંગે ચચાં અને વાદ- વિવાદ થયા હતાં. મુદ્દો હતો કે આજે પૂર્ણિમા છે કે અમાસ. આચાર્યે ભૂલથી જ આજે પૂનમ છે તેમ જણાવ્યું હતુ. આવી "ગંભીર ભૂલથી દેવબોધિને હેમચંદ્રાચાર્યની ઠેકડી ઉડાડવાનો મોકો મલી ગયો. તેઓ હાર કબૂલે તેમ દેવબોધિની ઈચ્છા હતી પરંતુ તેમણે માત્ર નમ્રતાથી એટલું જ કહ્યું કે ના આજે પૂનમ જ છે અને સાંજે આ વાતનો નિર્ણય થઈ જશે, સૂર્યાસ્ત થયા બાદ ઉટાવાળાને આ માટે ચકાસણી કરવા મોકલવામાં આવ્યા. કુમારપાળ રાજા પોતે દેવબોધિ સાથે મહેલની અગાસીમાં જોવા ગયો. સહુએ એ સાંજે આકાશમાં પૂર્ણ ચંદ્ર નીહાળ્યો. ઉંટવાળાઓએ પણ આ વાતની સાક્ષી પૂરી. કુમારપાળ આશ્ચર્યચકિત થઈ ગયો.
35
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org