________________
કુમારપાળે હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી તારંગા પાસે ચોવીસ ગજના માપન અતિ ભવ્ય જિન મંદિર બનાવરાવ્યું. તેમાં એકસો એક અંગુલ માપ વાળ અજિતનાથનું મનોહારી બિંબ સ્થાપ્યું. આ જિનાલય આજે પણ યાત્રાળુઓ માટેનું મહાન આકર્ષણ જ નહી પરંતુ પરમ ભકિત ભાવનુ ધામ છે. તેની ઉત્તુંગ શિખર રચના અને કલા કારીગરી અનુપમ છે. આ મંદિરમાં વપરાયેલુ લાકડુ પણ કોઈ વિશષ્ઠ પ્રકારનું છે અને તેને આગ લાગી શકતી નથી. કુમારપાળે રાજયવ્યવસ્થામાં જે સુધારા કયાં અને કેટલાક નીતિ નિયમો દાખલ કર્યો તેમાં હેમચંદ્રાચાર્યની પ્રેરણા અગ્ર સ્થાને રહી હતી. કુમારપાળ સાથેના આચાર્યના કેટલાક પ્રસંગો પણ ઉલ્લેખનીય છે. એકવાર કુમારપાલે ગુરુના મસ્તક પર જાડો ખાદીને કકડો જોયો. આવું વસ્ત્ર જોઈને કુમારપાળે કહ્યું કે આપ જેવા મહાન આચાર્ય આવું સાધારણ વસ્ત્ર ઓઢે તેથી મને શરમ થાય છે. ગુરુએ પ્રત્યુત્તરમાં કહ્યું કે એક ગરીબ શ્રાવકે મને આં વહોરાવેલ છે તેની ધર્મ ભાવનાનો અનાદર મારાથી ન થાય. તેથી આ સ્વીકાર્યું છે. આમ આડકતરી રીતે ગુરુએ શ્રાવકની ગરીબાઈને ઉલ્લેખ કર્યો અને કુમારપાળને કર્તવ્યનું ભાન કરાવ્યું. કુમારપાળની જીવદયાથી અકળાયેલાં કેટલાક પૂજારીઓએ તેની સમક્ષ એકવાર કહ્યું કે આપણે આપણી બાપદાદાની પ્રણાલિકા પ્રમાણે પશુ ભોગ આપવો જ જોઈએ. સાતમને દિવસે સાતસો બકરા અને સાત પાડા, આઠમને દિવસે આઠસો બકા અને આઠપાડા તથા નોમને દિવસે નવસો બકરા અને નવ પાડાનો ભાગ આપવો જોઈએ. કુમારપાળે આ બાબતમાં શું કરવું તેની હેમચંદ્રાચાર્ય પાસે સલાહ માગી. આચાર્યે કહ્યું કે બધાજ પશુઓને એકવાર દેવી મંદિરના ચોગાનમાં પૂરી દો. મંદિરના દરવાજાને તાળા મારીને બહાર ચોકી પહેરો મૂકાવો, પછી સવારે ઉઘાડીને
34
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org