________________
પ્રત્યેનો આદર અને જૈન ધર્મના પ્રચારમાં તેણે આપેલ ફાળો એ ઐતિહાસિક હકીકત છે. તેથી જન્મ જેન ન હોવા છતાંયે તે એક સાચો ન હતો તેમ કહેવામાં અતિશયોકિત નહી ગણાય. હેમચંદ્રાચાર્ય દ્વયાશ્રયમાં કુમારપાળ વિષે ઘણુ બધુ લખે છે. જન ધર્મના મહાન સિદ્ધાંતોને કુમારપાળે જીવનમાં ઉતાયાં હતાં. તેણે માંસાહાર, મદિરા અને પરસ્ત્રી ત્યાગ કરેલાં હતાં સિદ્ધરાજે પ્રવતવેલ અમારિ ઘોષણાને વધારે વિસ્તૃત કરી હતી. કુમારપાળ ગાદીએ આવ્યો ત્યારે તે ૫૦ વર્ષનો હતો તેથી તેમાં વધારે શાણપણ અને કુનેહ હતા. તે નરમ અને કાયર થઈ ગયો હતો તેવા આક્ષેપમાં જરાય તથ્ય નથી જણાતુ, કારણકે જયારે તેના મંત્રીએ કુમારપાળને પૂછ્યું કે તમે કઈ રીતે રાજય કરશો ત્યારે કુમારપાળે પોતાની તલવાર બતાવી કહ્યું હતું કે હું આનાથી રાજય કરીશ. અહિંસામાં દઢ શ્રદ્ધા ધરાવનાર કુમારપાળે રાજય વ્યવસ્થા જાળવી રાખવામાં કડક હાથે કામ લીધુ હતુ. હેમાચાર્યો તેને જન ધમોનુરાગી બનાવ્યું પણ તે કંઈ અંધ શ્રદ્ધાળુ નહોતો. પોતાના રાજયકાળનાં પ્રથમ પંદર વર્ષ રાજયની ધુરાને મજબુત રાખવામાં જ ગયાં હતાં તેમ કહી શકાય માત્ર પોતાની પાછલી ઉંમરે તેનામા ધર્મ ભાવના વધુ પ્રબળ બની હશે. આમ જતા તે સોલંકી વંશના મોટા ભાગના રાજવીઓને ઈતિહાસ જોતા જણાશે કે તેઓ રાજગાદીના લાલચ નહોતા. મુળરાજ તથા ચામુડ તેમની પાછલી ઉમરે સંન્યાસી થયા હતા . ભીમદેવ ગાદી સ્વીકારવા પ્રશ નહોતે.
- ક મારપાળને ધર્મ પ્રત્યે અનુરાગ વધ્યો ત્યારે કલ્યાણ કટકના રાજાને થયું કે આ નિર્બળ રાજવીને હવે સહેલાઈથી હરાવી શકાશે અને તેણે કુમારપાળ સામે ચડી આવવાની તૈયારીઓ આદરી હતી, જોકે કલ્યાણ કટકના રાજવીનું પછી તરતજ મૃત્યુ થયુ હતુ. આ મૃત્યુની ભવિષ્યવાણી પણ હેમચંદ્રાચાર્યે ભાખી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org