________________
આવવાની બાકી હતી. આ પળ પણ આવી પહોંચી. રાજાધિરાજ સિધ્ધરાજ પાટણની ભર બજારમાં તેમના હસ્તિ પર સવાર થઈને જતાં હતાં. એક તરફ રાજાને હાથી આવી રહ્યો હતો તે બીજી તરફ હેમચંદ્રાચાર્ય અને અન્ય સાધુઓ સામેથી આવી રહ્યા હતાં. સિધ્ધાને આ મહાન આચાર્યની ઓળખ થઈ. સિધ્ધરાજે અત્યંત નમતાથી તેમને કંઈક કહેવાની વિનંતિ કરી. હેમચંદ્રાચાર્યે આ વખતે નીચેનો લોક કહ્યો.
कारय प्रसर सिद्ध ! हस्तिराजमशङ्कितम् । त्रस्यन्तु दिग्गजाः किं तैर्भू स्त्वयैवोद्धृता श्रतः ॥
હે સિધ્ધરાજ, શંકા વગરજ હાથીને આગળ ચલાવ. દિગ્ગજો ત્રાસ પામે તે ભલે પામે કારણકે પૃથ્વીને તો તે જ ધારણ કરી છે. આવા ઉદગારોથી સિધ્ધરાજને ખુશી ઉપજ અને હંમેશા પધારવા માટે તેણે આચાર્યને વિનંતિ કરી. સિધ્ધરાજે માળવા પર ચડાઈ કરી અને સંવત ૧૧૯૨માં વિજથી થયો. વિજય બાદ પાટણ પાછો ફર્યો ત્યારે બધા ધર્મના વિદ્વાનો અને પંડિતોએ રાજાને આશીર્વચન કા. હેમચંદ્રાચાર્યે આ પ્રમાણે કહ્યું. હે કામધેનું ! તું તારા ગોમયથી ભૂમિ લીંપી નાખ, હે નાકર તું મોતીઓથી
સ્વસ્તિક પૂર. હે ચંદુ તું પૂર્ણકુંભ બની જા, હે દિશાઓ, સૂંઢથી કલ્પતરુનાં પણ લઈને તોરણ બનાવો. કારણકે સિધ્ધરાજ જગત જતીને પધારી રહ્યો છે. આ પ્રકારનાં પ્રશતિ વચનોથી સિધ્ધરાજને હેમચંદ્રાચાર્ય પ્રત્યે અનેી પ્રીતિ થઈ અને ખૂબ જ માન ઉપજયુ. માળવાનો વિજ્ય સિધ્ધરાજ માટે એક મહત્વનો વિજય હતો માળવા સમૃધ્ધ દેશ હતો ત્યાંની કલા સંસ્કૃતિની ખ્યાતિ સર્વત્ર પ્રસરેલી હતી. માળવાની પ્રજા સંસ્કાર-વિધા પામી હતી. માળવા પાસે પણ અનેક વિદ્વાન હતાં. માળવાત જાત્યા પણ માળવાથીયે અદકેરી ગુજરાતની કીર્તિ પ્રસરે તેમ સિધ્ધરાજ ઈચ્છતો હતો. ઉજજન જેવા ગંથ ભંડારો ગુજરાતમાં નહોતા. ગુજરાતનું આગવું સાહિત્ય નહોતુ.
21
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org