SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ જ તે ગર્લ્સ થઈ ગયો. કોઈ પણ સંયોગોમાં બાળકને આપી દેવાની તેમની ઇચ્છા હતી જ નહીં. કહેવાય છે કે ભોજનની પણ પરવા કર્યા વિના તેતે ઘર બહાર નીકળી ગયાં. દેવચંદસૂરિ વિહાર કરીને સ્તંભતીર્થ ખંભાત, ચાલ્યા ગયા હતાં. ખંભાતની તે કાળે ઘણી જાહોજલાલી હતી. તે મોટું શહેર જ નહી, અગત્યનું બંદર પણ હતુ. ખંભાત બંદરે અરબી અને ઇરાની વહાણોની આવજાવ રહેતી. તેની સમૃધ્ધિ પણ ઓછી નહોતી.સાહસિક વહાણવટઆ ધના કમાતા અને પ્રચંતા પણ ખરા. ખંભાતના ઉંચા મકાનો જોઈને પરદેશીઓ આર્ય પામતા. પિતા ચાચ ખંભાત આવ્યો ને ત્યાંના ઉદયન મંત્રીને ફરિયાદ કરી. મંત્રીએ કુશળતાથી કામ લીધુ. થાકેલા અને કંઈક ગુસ્સે થયેલા એવા ચાચને તેમણે આદરસત્કાર કર્યો. વળી નાનકડા બાળક ચાંગદેવને પોતાની પાસે બોલાવ્યો અને ધીરેથી ચાચને સમજાવ્યો. ભવિષ્ય કથનની વાત કરી. દીક્ષા લઈને સાધુ જવનના મહા કલ્યાણકારી માગે બાળક ગમન કરે તેજ વધારે યોગ્ય છે. ન્યાય મેળવવા આવેલા ચાચે આ ઉપદેશ અને સલાહ શાંતિથી સાંભળ્યાં. શરીરનાં શખ અને ભૌતિક સુખ કરતાયે આધ્યાત્મિક સુખના મહિમાને સમજાવ્યા. પુત્રને પાસે રાખીને નથી તે પુત્રનું ભલુ થવાનુ કે નથી પોતાનુ ભલુ થવાનુ. તે મહાન પુરુષ થવા સજાયેલો છે. આ પુત્ર ધર્મ ધજા ફરકાવશે. માન અને કીતિ મેળવશે. માતા પિતાના નામને ગૌરવ અપાવશે. ઉદયન મંત્રીની ખુબજ સમજાવટથી ચાચ માની ગયા અને પુત્રને ગુરુ પાસે જ રહેવા દેવા સંમત થયો. ચાચ પણ સમજત્તે હતો કે આવા સમર્થ ગુરુ પાસે રહીને આ બાળક સંયમના માગે વિચરશે અને તેમના દ્વારા ઉરરા વિધા ગ્રહણ કરશે તે જ યોગ્ય માર્ગ છે. ધંધુકામાં બાળક રહેશે તે આ શકય નહી અને ગુરુ પોતેજ બાળકને પાસે રાખીને 17 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005252
Book TitleHemsiddhi
Original Sutra AuthorN/A
AuthorVinod Kapashi
PublisherZaveri Foundation
Publication Year
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy