SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ શ્લિષ્ટ મન- અહીં મન સ્થિર, સતષી આનંદી બને છે. સુલીન મન- ત્રીજા તબક્કા બાદ મન અત્યંત સુદઢ-સુલીન બને છે. ચોથી અવસ્થાએ પરમાનંદ પ્રવર્તે છે. પરમાનંદની પ્રાપ્તિ કરવા માટે बाह्यात्मानमपास्य प्रसक्तिमाजांतरात्मना योगी। सततं परमात्मानं विचिंतयेत्तन्मयत्वाय ॥६॥ =આત્મસુખ ઇચ્છતા યોગીએ અંતરાત્માથી બાવાત્મભાવ દૂર કરીને તન્મય થઈને પરમાત્મભાવનું ચિંતવન કરવું શરીરના-સ્વજનોનાં સુખ દુખ સાથે સંલગ્ન હોય તે બહિરઆત્મા કહેવાય છે. આ બહિરાત્મભાવને પ્રયત્ન પૂર્વક અંતરાત્માથી દૂર કરવો અને પરમાત્મભાવની અનુભૂતિ કરવી. આત્માને શરીરથી જૂદો સમજવો. શરીરને આત્માથી જૂદ સમજવું. આમ કરનાર યોગી વિચલિત થતો નથી वचनमनःकायानां क्षोभं यत्नेन वर्जयेच्छांतं । रसभांडमिवाऽऽत्मानं सुनिश्चलं धारयेन्नित्यं ॥१८॥ મન વચન કાયાના લોભને પ્રયત્ન પૂર્વક છોડીને વાસણમાં રહેલાં પ્રવાહીની જેમ સુનિશ્ચલ રાખી, શાંત આત્માને નિત્ય વાશી રાખવો. વાસણમાં પ્રવાહી એક સરખુ અને શાંત હોય તેમ આત્મા શરીરમાં નિશ્ચલ અને શાંત રાખવો. મનને મન વચન કાયાની કર્મ જન્ય પ્રવૃત્તિમાં જોડવું નહીં, ચંચળતાનો ત્યાગ કરીને મનની એકાગ્રતા હાંસલ કરવી. એકાગ્રતા સાધવા માટે પસ્થ ધ્યાન, પદસ્થ ધ્યાન જેવા આલંબનોનો આશ્રય લઇ શકાય. એકાગ્રતાથી એક કદમ આગળ આવે છે ઉન્મની ભાવ. ઉન્મની ભાવ એટલે મનને અભાવ, અમનસ્ક ભાવ. આ કઈ રીતે આવે ? એકાંત, પવિત્ર જગ્યાએ સુખાસનમાં બેસી પગના અંગૂઠાથી મસ્તકના શિખાભાગ સુધીના અંગોને શિથિલ કરી સુંદર પને જોતી દષ્ટિ, સુંદ૨ વચન શ્રવણ કરતાં કાન, સુગંધી પદાર્થને સુંઘતુ નાક, કોમળ સ્પર્શનો અનુભવ કરતી ત્વચા,રસના આસ્વાદને લેતી જીત્વા, આ ઈન્દ્રિયોને વાયો સિવાય જ ઉદાસીન ભાવમાં હું મારા તારાને ત્યાગ, રાગ દ્વેષ રહિતતા ) રહી, અંદર તથા બહારથી ચેષ્ટા વગરને. વિષયમાં આસકિત વગરનો ઉન્મનીભાવ પ્રાપ્ત કરે છે www.jain 157ary.org Jain Education International For Private & Personal Use Only
SR No.005252
Book TitleHemsiddhi
Original Sutra AuthorN/A
AuthorVinod Kapashi
PublisherZaveri Foundation
Publication Year
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy