________________
એક લોકમાન આકાર ચદનું સ્વાને અલગ અવત
કેવળ જ્ઞાન, કેવળ દર્શન બાદ ત્રીજા શુક્લ ધ્યાનમાં યોગી પ્રવર્ત થાય છે. આ અવસ્થામાં શરીરમાંથી આત્માને અલગ કરવાની મહાન શકિત હોય છે. આત્મ પ્રદેશનું સ્વલ્પ પણ યોગી બદલે છે. આત્મ પ્રદેશનો આકાર ચૌદ રાજલોક જેવો બની જાય છે અને સંપૂર્ણ લોકમાં તે પ્રસરી જાય છે. આ સમયે અઘાતી કો ( નામ કર્મ, ગોત્ર કર્મ આયષ્ય કર્મ અને વેદનીય કર્મ ) સમાન પ્રમાણમાં હોય છે. એટલે કે જેટલાં પ્રમાણમાં આયુષ્ય કર્મ હોય તેટલાં જ પ્રમાણના બાકીના ત્રણ કર્મો બની જાય છે, તે બાદ યોગી આત્માને પૂર્વવત સ્થિતિમાં લાવી દે છે આ વેળાએ યોગી મન વચન અને કાયાના યોગોને ધે છે. લઘુ પાંચ અક્ષરો બોલી શકાય તેટલા સમયમાં કેવળિ કમને ખપાવે છે ( બાકીનાં ચાર અઘાતી કમોં દૂર થાય છે તેથી આયુષ્ય, નામ, ગોત્ર,અને વેદના ચાલ્યાં જાય છે, અને દારિક, તેજસ અને કાર્મણ શરીરનો ત્યાગ કરી આત્મા લોકના અંતે મોક્ષે જાય છે. મોક્ષમાં ગયેલા યોગી સર્વ કમાંથી મુક્ત થઈ અનંત, અનુપમ, અવ્યાબાધ આત્મસુખને પામીને મગ્ન રહે છે, તદ્રુપ રહે છે.
બારમો અને અંતિમ પ્રકાશ યોગશાસ્ત્રનાં મુખ્ય વિષયોની ચચાં પૂરી થઈ પરંતુ બાદમાં પ્રકાશમાં હેમાચાર્ય મન, મનની સ્થિતિ એકાગ્રતા અને ઉન્મની ભાવ વિષે વધારે પ્રકાશ પાડે છે. પ્રથમ શ્લોકમાં આચાર્યશ્રી કહે છે કે શાસ્ત્રજ્ઞાનથી અને ગુરુ મુખેથી જે મેં જ્ઞાન સંપાદન કર્યું તે અગિયાર પ્રકાશમાં આવી ગયું છે, હવે જે માત્ર મને અનુભવ સિદ્ધ છે તે વર્ણવું છું. સ્વ અનુભવમાં પ્રથમ અનુભવ મનની સ્થિતિનો
આચાર્ય કહે છે- મન એટલે કે ચિત ચાર પ્રકારનું હોય છે.
વિક્ષિપ્ત મન- એટલે કે ચપળ મન, હરણ જેવું મન આમાં વિક્ષેપ આવ્યા કરે છે.
યાતાયાત મન- અહીં મન સંધાય છે અને છૂટી જાય છે. માત્ર લાભ એટલો કે વારંવાર મૂળ અને યોગ્ય વિષય પર આવી જાય છે.
156 www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only