SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ વિતર્ક ધ્યાન- ઉપર પ્રમાણે વિષયોની બદલી કરીને એક ધ્યાનમાંથી બીજા ધ્યાનમાં નહી ઉતરતા માત્ર એક જ વિષયનું તાર્કિક ધ્યાન તે વિતર્ક ધ્યાન કહેવાય. સૂમક્રિયા અપ્રતિપાતિ-ત્રીજા શુક્લ ધ્યાનમાં મન વચન કાયાના કોઈ ચોકકસ યોગ પર સ્થિરતા કરવાને બદલે, મન વચન કાયાના યોગોનો સર્વથા નિરોધ કરીને માત્ર શ્વાસોચ્છવાસ ચાલતા હોય તેટલી જ ક્રિયા બાકી રહે તે ધ્યાન. ઉભન્ન ક્રિયા અપ્રતિપાતિ- મન વચન કાયાના ચાગનો નિરોધ તો થાય જ છે પરંતુ સાથોસાથ જીવ કર્મ રહિત બને છે. સર્વ પ્રકારની પદગલિક ક્રિયાઓ થંભી જાય છે. એટલે કર્મને આશ્રવ પણ થતો નથી. પહાડની માફક નિશ્ચલ શેલેષીકરણમાં રહેલા કેવળજ્ઞાનીને આ ધ્યાન પ્રવર્તે છે. જેને મેં વર્ણવેલા ચૌદ ગુણસ્થાનકોમાં આ અંતિમ તબકકો છે. જેમ સંસારીઓ કે સાધુઓની મનની સ્થિરતા ધ્યાન કહેવાય તેમ કેવલી ભગવંતની અંગની નિશ્ચલતા તે ધ્યાન છે. ( આ નિશ્ચલતા તે બાણ નિશ્ચલતા નથી પરંતુ સર્વ પ્રકારની પદગલિક ગતિવિધિમાં વિરામ હોવો તે નિશ્ચલતા છે સર્વ દોષ વગરનાં, નિર્મલ કેવળ દર્શન, કેવળ જ્ઞાન વાળા યોગીને જ સર્વ આલંબન વગરનાં છેલ્લાં બે ધ્યાન હોય છે. શુક્લ ધ્યાનમાં આલંબનનો ક્રમ શ્રુતજ્ઞાનમાંથી શબ્દ ચા અર્થનું ધ્યાન- એક ધ્યાનમાંથી બીજા ધ્યાનમાં આવાગમન આ પછી કોઈ એક જ પયાંય કે સ્થિતિ કે અવસ્થાનું ધ્યાન, અણુ, પરમાણુનું ધ્યાન. અગ્નિને લાકડાં ન મળે તો ઓલવાઈ જાય તેમ વિષય પી લાકડાં ન મળતાં મન શાંત થાય છે. આ બાદ ધ્યાનના અગ્નિીથી ઘાતી કમ નાશ પામે છે. (જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય. મોહનીય અને આંતરાય કમાં પ્રચાર કર્મોના નાશથી કેવળજ્ઞાન ઉપજે છે. કેવળજ્ઞાન બાદ તે જીવ તીર્થકરરુપે બોધ દેવા બમણ કરે છે. આ સમયે ભગવંતના ૩૦ અતિશયો (જૂઓ વીતરાગ સ્તોત્ર ) ચિંતવવા. અરિહંત પ્રભુ સમવસરણમાં દેશના દેતા હોય છે. ( તીર્થકર ન હોય તે પણ કેવળજ્ઞાન બાદ જગતનાં જીવોને ધર્મબોધ આપી શકે છે ) 155 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005252
Book TitleHemsiddhi
Original Sutra AuthorN/A
AuthorVinod Kapashi
PublisherZaveri Foundation
Publication Year
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy