________________
યોગશાસ્ત્રના અંતમાં આચાર્યશ્રી તત્વજ્ઞાનીની નિશાની બતાવે છે અંગમૃદુત્વ- શરીર કોમળ થાય છે, સ્નિગ્ધ કરણ- શરીર સ્નિગ્ધ થાય છે. તેલ મર્દન વગર જ શરીર સ્નિગ્ધ અને કોમળ થાય છે તે તત્વજ્ઞાન પામ્યાની નિશાની છે. આ ઉપરાંત શરીરની અક્કડતા ચાલી જાય છે અને સમતા ભાવ પ્રગટ થાય છે . હેમચંદ્રાચાર્ય અમનસ્ક યાને ઉન્મની ભાવ પર ઘણે ભાર મૂકે છે. મન રહિત અવસ્થા પ્રાપ્ત કરનાર જ પરમ આનંદ પ્રાપ્ત કરી શકે છે.
મોલોસ્તુ માડુ ચદિ વા પરમાનંદસ્તુ વધતે સ ખલુ | અસ્મિન્નિખિલસુખાનિ પ્રતિભાસતે ન કિંચિદિવ |
=મોક્ષ થાય કે ન થાય, પણ ધ્યાનથી થતો પરમાનંદ તે પ્રવર્તે છે. એની આગળ વિશ્વના સર્વ સુખો નિરર્થક ભાસે છે. આગળ કહે છેઃ
મધુ ન મધુરં ત શીતાત્વિષત્ત્વહિનધુતે |
૨મૃર્તમૃત નામવાસ્યા ફલે તુ મુધા સુધા || =આ અમનસ્ક ભાવ પાસે મધુ મધુર નથી.ચંદુમાની કાંતિ શીતળ નથી, અમૃત નામથી જ અમૃત છે,સુધા તે નિરર્થક છે. આ મન રહિત અવસ્થા યોગીઓ જ પ્રાપ્ત કરી શકે. સમર્થ એવા, કલિકાળના મહાન યોગી અને આચાર્ય હેમચંદ્દાચાર્યને આપણી સહસ્ત્ર વંદનાઓ. યોગશાસ્ત્ર ગ્રંથ તેમણે કુમારપાળ રાજાની વિનંતિથી લખ્યો છે તેમ કહી ગ્રંથ પૂરો કરે છે.
158
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org