________________
છેલ્લી અને પાંચમી ધારણા તત્વભૂ અથવા તત્વરૂપવતી ધારણા છે. આમાં સાત ધાતુ વિનાના પૂર્ણ ચંદ્રની ક્રાંતિવાળા, સર્વજ્ઞ એવા પોતાના આત્માને ચિતવવો., સિંહાસન પર આરુઢ થયેલાં, સર્વ કમોનો નાશ કરનારા, મહિમાવંત નિરાકાર આત્માને ચિતવવો.
આઠમો પ્રકાશ
પદસ્થ ધ્યેય
ધર્મ ધ્યાનનો આ બીજો પ્રકાર છે. પદોમાં શમાયેલાં અક્ષરો, સ્વરો અને ઉદ્દેશ છે.
નાભિ પર રહેલા પ્રથમ સોળ પાંખડી વાળા કમળમાં ક થી ભ સુધીના ૨૪ અક્ષરો ચિતવવા. ૨૫મો મ કર્ણિકા પર ચિતવવો, તે બાદ મુખમાં આઠ પાંખીવાળા કમળનું ચિંતવન કરી તેના ૫૨ એકેક પાંખડી ૫૨ ય,૨,૯,વ,શ,ષ,સ,હ સ્મરવા. આ માતૃકા ધ્યાન પણ કહેવાય છે તેનાથી શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ થાય છે.
પદસ્થ ધ્યાનની બીજી અનેક રીતો છે. વિવિધ મંત્રો અને યંત્રો દ્વારા આ ધ્યાન થઇ શકે છે. સ્વર અને વ્યંજનના ઝુમખાઓ પણ કમળની કણિકાઓ પર ચિતવવામાં આવે છે. અત્રે માત્ર અહં અને વિષે જ જોઇએ.
આ ધ્યાનમાં પદસ્થ એટલે વ્યંજનોનુ ધ્યાન ધરવું તે
अकारादि इकारांतं रेफमध्यं सर्विदुकं । तदेव परमं तत्त्वं था जानाति स तत्त्ववित् ॥ २३ ॥
-અ કાર જેની શરુઆતમાં છે, હ કાર જેના અંતે છે, મધ્યમાં રેફ છે અને બિંદુ સાથે છે તે અહં' પરમ તત્વ છે તેમ જે જાણે છે તે તત્વના જાણકાર છે.
=મનને સ્થિર કરી, સ્થિર એવા યોગી જ્યારે મહાતત્વનું ધ્યાન ધરે છે તે જ વખતે તેને આનંદ સંપદાની ભૂમિ સમાન મુક્તિ ( મોક્ષ ) શ્રી સ્વરુપે આવીને હાજર થાય છે.
હવે
એટલે કે પ્રણવનું ધ્યાન
Jain Education International
For Private & Personal Use Only
150
www.jainelibrary.org