SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ પાર્થિવી ધારણામાં સફેદ ક્ષીર સમુદ્દની કલ્પના કરવી. અતિ વિશાળ એવાં આ ક્ષીર સમુદ્રમાં એક યોજન જેટલાં વિસ્તાર વાળું એક હજાર પાંખડીઓ વાળુ કમળ ચિતવવુ. આ કમળની વચલી કણિકા પર એક ઉજ્જવળ સિંહાસન છે. આ સિંહાસન પર પોતાના આત્માને સ્થાપી કમીને મૂળથી ખેંચી નાખવાની ધારણા કરવી. આગ્નેયી ધારણાઃ- આમાં અગ્નિની પ્રચંડ જ્યોતને કલ્પવાની છે. સાધકે પોતાની નાભિમાં સોળ પાંખડીઓ વાળુ કમળ ચિતવવુ. તે કમળની કણિકામાં । મંત્રની સ્થાપના કરવી અને દરેક પત્રોમાં અનુક્રમે અ,આ, ઇ,ઈ, ઉ,ઊ, *,,લૂ, લૂ, એ,ઐ,,, અ,અ આ સોળ સ્વરો સ્થાપવા. પછી હૃદયમાં આઠ પાંખડી વાળુ કમળ ચિતવવુ. તેની આઠે ય પાંખડીઓ પર જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય વગેરે આઠ કમો સ્થાપેલા છે. આ બીજુ કમળ પ્રથમ કમળ પર અદ્વેર લટકી રહ્યુ છે. પ્રથમ કમળની મધ્યમાં રહેલા અર્હ મંત્રના હું ના ફમાંથી હળવે હળવે અગ્નિશિખા પ્રગટે છે. અનેક જ્વાળો પ્રગટીને ઉપરના કમળમાં રહેલાં કમો ને તે બાળી નાખે છે. આ ઉપરાંત શીરની બહાર પણ એક ત્રિકોણાકાર અગ્નિ બળી ૨હ્યો છે, તે સાથિયાથી અંકિત છે અને તેની સાથે વન્હિ બીજ ( ૨ કાર ) છે. શરીરની અંદરના મંત્રથી ઉત્પન્ન થયેલો અગ્નિ અને બહારનો ૨કા૨ યુક્ત અગ્નિ દેહને અને આઠ કર્મવાળા કમળને ભસ્મીભૂત કરી નાખે છે. આ પ્રકારના ચિંતવનને આગ્નેયી ધારણા કહે છે. મારુતિ ધારણાઃ- આ ત્રીજી ધારણા છે. બીજી ધારણામાં જેમ અગ્નિ કર્મને બાળીને ભસ્મિભૂત કરી નાખે છે તેમ ત્રીજી ધારણામાં મહા જોશથી ફૂંકાતો વાયુ કર્મની ૨જને દૂર કરે છે. વાણી ધા૨ણા વાયુનુ કામ પૂર્ણ થયાં બાદ આ અમૃત સમાન મેઘધારા વાવે છે. આકાશમાં અર્ધ ચંદુની કલાની જેમ વણબીજ વં ચિતવવુ. આ બીજમાંથી પ્રગટતા પાણીથી સર્વ ૨જ ધોવાઇ જાય છે ને આહલાદક શાંતિનો અનુભવ થાય છે. Jain Education International For Private & Personal Use Only 149 www.jainelibrary.org
SR No.005252
Book TitleHemsiddhi
Original Sutra AuthorN/A
AuthorVinod Kapashi
PublisherZaveri Foundation
Publication Year
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy