SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ નરસા પણ હોય છે. સારા વિષયો ગમે છે, મનને આનંદ આપે છે. સાથે ખોરાક. સારુ દશ્ય , સારુ સંગીત, સારી સુગંધ અને સારો સ્પર્શ મનને ગમે તેવા વિષયો છે. મનને એવી રીતે કેળવવું રહ્યું કે સારા અને નબળા વિષયોમાં સમભાવ જળવાઈ રહે. આ પ્રકારના સંયમને પ્રત્યાહાર પણ કહેવાય છે. પ્રત્યાહાર પછી આવે છે ધારણા. નાભિ. હૃદય, નાસિકાનો અગ્રભાગ, કપાળ, ભમર, તાળવુ, નેત્ર, મુખ, કાન અને મસ્તક એ ધ્યાન કરવાના સાધનો છે. આ જગ્યાના ધ્યાનને ધારણા પણ કહેવાય છે. આ સ્થળોએ ધ્યાન કરવાથી જે સંવેદના થાય છે તે લાભદાયી હોય છે. સાતમો પ્રકાશ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા પછીનું પગથીયું ધ્યાન છે. ધ્યાન કરનાર પ્રાણાતે પણ ચારિત્રમાં શિથિલ થતો નથી, મુશ્કેલીઓથી ગભરાતે નથી, રાગ દ્વેષ ઇત્યાદિ દોષોથી રહિત હોય છે. શત્રુ અને મિત્ર. સુવર્ણ અને રજ બધાને સરખા ગણે છે. સર્વ જીવો પ્રત્યે કરુણા દષ્ટિ રાખે છે. મેરુ પર્વતની જેમ નિશ્ચલ, ચંદુમાની જેમ આનંદ દાયક ( શાતા આપનારો છે, અને વાયુની માફક મુક્ત હોય છે. ધ્યાનના આલંબન રુપી ચાર પ્રકારના ધ્યેય છે. પિંડસ્થ ધ્યાન પદસ્થ ધ્યાન રુપસ્થ ધ્યાન પાતીત ધ્યાન હવે આ ચારેય ધ્યેય અથવા તો ધ્યાન વિષે જોઈશું પિંડસ્થ ધ્યાન- પિંડ એટલે શરીર અથવા વસ્તુ એમ બન્ને અર્થો અહીં શમાવી લેવામાં આવ્યા છે. પિંડસ્થ ધ્યાનના સાધન ૫ પાંચ ધારણાઓ આ પ્રમાણે-- અ. પાર્થિવી ધારણા બ આગ્નેયી ધારણા ક મારુતી ધારણા ડ વાણી ધારણા ઈ તત્રભૂ ધારણા 148 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005252
Book TitleHemsiddhi
Original Sutra AuthorN/A
AuthorVinod Kapashi
PublisherZaveri Foundation
Publication Year
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy