________________
પ્રથમ તે ભોગ-ઉપભોગની વ્યાખ્યા કહે છે જે વસ્તુ એક જ વાર ભોગવવામાં આવે છે. દા.ત. અનાજ, પાન, વિલેપન ઈ. તે ભોગ અને જે વારંવાર ભોગવી શકાય તે વસ્ત્ર, આશન, શય્યા છે. ) તે ઉપભોગ કહેવાય છે. આ વર્ણન પછી કેટલાંક અભાગ્યને વર્યા ગણ્યા છે તે આ પ્રમાણે દારુ, માંસ, માખણ, મધ, ઉબર જેવા પાંચ જાતના ટેટા, કંદમૂળ. અજાણ્યા ફળ, શત્રિ ભોજન, કાચુ દુધ, દહીં, છાસ, કઠોળ મિશ્ર,વાસી અનાજ, બે દિવસથી વધારે વાસી દહીં, તથા બગડેલુ અનાજ. માંસ ભક્ષણ અને રાત્રિભોજન વિષે અનેક સુંદ૨ શ્લોકો યોગશાસ્ત્રમાં આપેલાં છે. પ્રાણીઓને હણનાર, માંસ વેચનાર, રાંધનાર, વેચાતુ લેનાર, ખાનાર, અનુમોદન આપનાર.ખવરાવનાર એમ સહુ કોઈ હિંસા આચરે છે. જે માનવીઓ સુદ૨ દિવ્ય ભોજનો હોવા છતાં માંસ ખાય છે તે અમૃતનો ત્યાગ કરીને ઝેર પીવે છે રાત્રિભોજનના દોષ વિષે પણ ઘણા શ્લોકો છે. આચાર્ય શ્રી કહે છે કે વેદના જાણકારો સૂર્યને ત્રણ તેજના પંજમ્પ માને છે, તે સૂર્યના કિરણોથી પાવન થઈને શુભ કર્મો કરવા જોઈએ. રાત્રે આહુતિ,
સ્નાન શ્રાદ્ધ , દેવતાર્ચન, અને દાન ન કરવાં, ખાસ કરીને રાત્રિભોજન તો ન જ કરવું. સૂયાસ્ત પછી નાભિકમળ અને હદય કમળ સંકોચ પામે છે તેથી અત્યંત નાના જીવોનું ભક્ષણ થઈ જાય છે તેથી રાત્રિ ભોજન ન કરવું. ૮ આઠમું વ્રત અનર્થ દંડ વિરમણ છે અનર્થ દંડની વ્યાખ્યા કરતાં આચાર્ય શ્રી કહે છે- પાપકર્મનો ઉપદેશ હિંસા થાય તેવા સાધનો આપવા અને નિષ્કાળજી ભર્યું આચરણ આ ચારેય વસ્તુઓ પોતાના માટે હોય તો અર્થ દંડ અને અન્યને માટે હોય તે કે અન્ય ઉપર કરવામાં આવેતો અનર્થ દંડ. આવા અનર્થ દંડનો ત્યાગ કરવો. હવે પછીના છેલ્લા ચાર વ્રતો શિક્ષાવ્રત તરીકે ઓળખાય છે. ૮ નવમું વ્રત અથવા પહેલું શિક્ષાવ્રત સામાયિક- કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય સામાયિક એટલે તે ખૂબ જ સ્પષ્ટતાથી, સહેલાઈથી અને સુંદર રીતે સમજાવે છે
વદના જ
થઇ
અને
137 www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only