________________
૨ અહિંસા પછીનું બીજુ અણુવ્રત છે સત્ય. સત્ય અને અસત્ય કોને કહેવાય, અસત્ય બોલવાથી થતા ગેરફાયદા વર્ણવીને સત્યનો મહિમા નીચે પ્રમાણે વર્ણવે છે
ज्ञानचारित्रयोर्मूलं सत्यमेव वदन्ति ये ।
धात्री पवित्रीक्रियते तेषां चरणरेणुमिः ॥३॥ =જેઓ જ્ઞાન અને ચારિત્રના મૂળ સમાન સત્યને જ બોલે છે તેઓની ચરણરજથી આ પૃથ્વી પવિત્ર થાય છે. ૩ ત્રીજુ છે અસ્તેય વ્રત- ચોરીને અને વણ દીધેલ વસ્તુઓને ત્યાગ. ૪ બહમચર્ય વ્રત - આ વ્રતની ચચાંમાં આચાર્યશ્રી સ્ત્રી સંગના દોષો વર્ણવીને બહમચર્યના પાલનને સદુપદેશ આપે છે. ૫ પાંચમુ અણુવ્રત અપરિગ્રહ વ્રત છે- અહીં પરિગ્રહથી થતા દોષનું વર્ણન કરતા કહે છે
परिग्रहममत्वाद्धि मज्जत्येव भवाम्बुधौ ।
महापोत इव प्राणी त्यजेत्तस्मात्परिग्रहम् ॥१०७॥ =જેમ ખૂબ જ ભારવાળ મોટું વહાણ સમુદ્રમાં ડૂબી જાય તેમ પરિગ્રહના મમત્વથી પ્રાણીઓ ભવસાગરમાં ડૂબે છે, તેથી પરિગ્રહને ત્યાગ કરવો જોઈએ. પરિગ્રહ વિષેના વચનોની સમાપ્તિમાં અંતે આચાર્યશ્રી કહે છે
અમશ કિંકરાયને સંતોષી ચસ્ય ભૂષણમ | =જેનું સંતોષ એ ભૂષણ છે તેના પ્રત્યે દેવો પણ દાસની જેમ વર્તન દાખવે છે. ૬ હવે પછીનું વ્રત ગુણવ્રત છે અને તે દિકવિરતિ વ્રત કહેવાય છે. દશે દિશાઓના જવા આવવાના નિયમો બનાવીને તેને અનુસરવાની જૈન ધર્મ ભલામણ કરે છે. દરેક દિશાએ અમૂક અંતરથી વધારે પ્રવૃત્તિ ન કરવી તે તેમાં આશય છે. આ પ્રકારના વ્રતથી ધંધા રોજગારને લગતા નિયમો પણ બંધાય છે. ૭ સાતમું વ્રત ભોગપભોગ પરિમાણન છે.
136
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org