________________
સમ્યકત્વના પાંચ ભૂષણ છે. ધર્મની વૃદ્ધિ અને પ્રભાવના, ભક્તિ,જિનશાસનમાં પ્રવિણતા, તીર્થ સેવા અને સૌથી અગત્યનુ ભૂષણ તે ધર્મમાં અડગતા અથવા સ્થિતા. જેમ સમ્યકત્વના પાંચ ભૂષણ છે તેમ પાંચ દૂષણ પણ છે. શંકા, આકાંક્ષા, વિચિકિત્સા (સંદેહ ), મિથ્યા દષ્ટિની પ્રશંશા અને મિથ્યા ધર્મનો પરિચય આ પાંચ દૂષણોથી સમ્યકત્વ દૂષિત થાય છે.
બીજા અને ત્રીજા પ્રકાશમાં હેમચંદ્રાચાર્ય બાર વ્રતોનુ સવિસ્તર વર્ણન કરે છે ગૃહસ્થના માટે પ્રથમ પાંચ વ્રત અણુવ્રત છે, પછીના વ્રતો ગુણવ્રતો અને શિક્ષાવ્રતો કહેવાય છે. આ ખાર વ્રતોનાં નામ અને તેને લગતાં થોડાં શ્લોકો જોઇશું
પ્રથમ વ્રત અહિંસા
आत्मवत् सर्वभूतेषु सुःखदुःखे प्रियाप्रिये ।
चितयनात्मनोऽनिष्टां हिंसामन्यस्य नाचरेत् ॥ २० ॥
=જેમ પોતાને સુખ પ્રિય છે અને દુઃખ અપ્રિય છે તેમ સર્વ જીવોને આત્મવત્ ગણીને, અનિષ્ટ એવી હિંસાનું આચરણ ન કરવુ જોઇએ. दीर्यमाणः कुशेनापि यः स्वांगे हंत दूयते ॥
निर्मंतून् स कथं जंतूनंतयेजिशितायुधैः ॥ २४ ॥
=જે માનવી પોતાના અંગે કુશ (એક ઘાસ ) નુ તૃણ વાગવાથી દુભાય છે તે તીક્ષણ હથિયાર વડે નિદીષ પ્રાણીઓને કઇ રીતે મારતા હશે ?
અહિંસાનો મહિમા અહીં આચાર્યશ્રી સારી રીતે વર્ણવે છે. નાનકડી પણ અણીદા૨ સળી વાગવાથી આપણને દુઃખ થાય છે. તો મોટા હથિયારથી મુ`ગા પ્રાણીઓને આપણે મારીએ તો કે ટલું દુઃખ થાય દાખલા દલીલ સાથે આચાર્યશ્રી અહિંસાનો મહિમા આગળ વર્ણવે છે. જૈન ધર્મમાં અહિંસા અગ્રસ્થાને છે. બધું જ કરવામાં આવે સર્વ રીતે ધમાઁચરણ કરવામાં આવે પરંતુ અહિંસા પાલન કરવામાં આવે તો એવા ધમાઁચરણનું ફળ મળતું નથી. વળી બીજા ધર્મોમાં હિંસક યજ્ઞો થાય છે તેના પર પણ આચાર્ય રોષ ઠાલવે છે. પિતૃઓના નિમિત્તે કરાતી હિંસા પણ સર્વથા ત્યાજ્ય છે.અહિંસા સર્વ જીવોને હિતકારી છે, સંસારરૂપી મરુભૂમિમાં અમૃતની સરવાણી છે, દુઃખના દાવાનળ માટે વર્ષાઋતુના મેઘની શ્રેણી સમાન છે, ભવભ્રમણ કરનારાઓ માટે ૫૨મ ઔષધિ છે.
Jain Education International
For Private & Personal Use Only
.
ન
135 www.jainelibrary.org