________________
કર્મ બંધનમાંથી કઈ રીતે છૂટવું તે પણ જાણવું આવશ્યક બની રહે છે. નવા કર્મોને અટકાવવા તેનુ નામ સંવર. ક જે રીતે બંધાય છે તેના સ્વભાવ-સ્થિતિ, સમુહ અને ઘનતા તે બધી બાબતોને "બંધ" કહેવાય છે. કમને ખંખેરી નાખવા, આત્માને પુનઃ સ્વચ્છ બનાવવો તે ક્રિયાનું નામ નિર્જરા, અને છેલ્લે કર્મ બંધનમાંથી આત્માને છૂટકારો તેનું નામ મોક્ષ. દર્શન યોગ- દર્શન એટલે શ્રદ્ધા. ઊંડી સમજણ અમે નિર્મળ શ્રદ્ધા એટલે દર્શન યોગ. ચારિત્ર યોગ- ચારિત્ર યોગમાં પ્રથમ તો યમ એટલે કે પાંચ મહાવ્રતોનું પાલન કરવું. અહિંસા, સત્ય, અચૌર્ય, બહમચર્ય અને અપરિગ્રહ આ પાંચ મહાવ્રતો છે. હેમચંદ્રાચાર્યે આ પાંચેય વ્રત અને તેમાં થતી સ્કૂલનાઓને પણ યોગ - શાસ્ત્રમાં વિસ્તારથી ઉલ્લેખ કર્યો છે. પાંચ વ્રતથી ચારિત્ર પાલન થાય છે. પાચ સમિતિ અને ત્રણ ગુપ્તિ તે પાલનમાં સહાયભૂત બને છે. પાંચ સમિતિ - ૧)ઈયાં સમિતિ હાલતા, ચાલતા વિવેક અને ચોગ્યતા
(૨)ભાષા સમિતિ બોલવામાં વિવેક (૩)એષણા સમિતિ આહાર રહણમાં વિવેક (૪)આદાન નિક્ષેપ સમિતિ વસ્તુ લેવા મૂકવા,વાપરવામાં વિવેક (૫)ત્સર્ગ સમિતિ મળ મૂત્ર સહિત કોઈપણ
ફેંકી દેવાની વસ્તુમાં
કાળજી. ત્રણ ગુતિઃ- ૧ મનોગુપ્તિ મનના સંકલ્પ વિકલ્પથી દૂર રહી
આત્મભાવમાં રહેવું તે (૨)વચન ગુપ્તિ બોલવામાં સંયમ અને યોગ્ય નિયમ પાલન
(૩)કાય ગુતિઃ શરીરની સર્વ પ્રવૃત્તિઓમાં સંભાળ રાખવી તે. હેમચંદ્રાચાર્ય ગૃહસ્થ માટે ચારિત્ર ધર્મ સમજાવે છે. ગૃહસ્થ નીચે પ્રમાણેના ૩૫ નિયમો પાળી નીતિમય જીવન વ્યતિત કરવું જોઈએ.
132
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org