________________
"આકાર ધર્મ તત્વનું પરમ જ્ઞાન છે. રફ ચારિત્ર પદ છે તેથી જ્ઞાનનું વિશિષ્ઠ સ્વરુપ પમાય છે. “હકારથી રાગ દ્વેષને હણાય છે તે શ્રદ્ધા છે અને મહાદેવ છે. અહમાં છેલ્લે ન કાર આવે છે અને તે પરમપદ સૂચવે છે. "
આમ વિધ વિધ રુપે મહાદેવ સ્તોત્રમાં હેમચંદ્રાચાર્ય ભગવાન શંકરની પ્રશસ્તિ કરે છે. વિવિધ વ્યાખ્યાઓથી વિવિધ પ્રકારે તેમાં સર્વ ગુણોનું નિરુપણ કર્યું છે. મહાદેવ સ્તોત્રના અતિ હેમચંદ્રાચાર્યનું પ્રખ્યાત વક્તવ્ય છે. કહે છે કે મહારાજા સિદ્ધરાજ સાથે તેઓ જ્યારે ભગવાન શંકરના મંદિરે ગયાં ત્યારે આ ગાથા બોલેલાં. સર્વધર્મસમભાવનાં પ્રતીક સમાન આ ગાથા નીચે પ્રમાણે
भवबीजाऽकुरजनना. रागादयः क्षयमुपगता यस्य । ब्रह्मा वा विष्णुर्वा हरो जिनो वा नमस्तस्मै ।। ४४ ।।
=જે દેવના ભવનાં કારણરુપ રાગ દ્વેષ નષ્ટ થઈ ગયાં છે તે કોઈ પણ દેવ હો, બહમા હો, વિષ્ણુ હો, શંકર હો. કે જિનેશ્વર હો તેમને મારા પ્રણામ છે.
ઉપરોક્ત કથન હેમચંદ્રાચાર્યને ગુજરાતનાં ધાર્મિક સંત-આચાર્યોમાં અને વિદ્વાનોમાં અગ્રસ્થાન અપાવે છે. પ્રખર જ્ઞાન અને સર્વગ્રાહી દષ્ટિ એ તેમનાં મહાન ગુણો હતાં તેથી જ યથાર્થરુપે તેમને જ્યોર્તિધર કહેવાયાં છે.
0.
આ ગ્રંથ લેખનમાં મારા સ્વ પિતાશ્રી જગજીવનદાસ માવજી કપાસીની પૂણ્ય સ્મૃતિ મારા માટે પ્રેરણાત્મક બની રહી હતી. વિ કપાસી
128
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org