________________
શ્રી મહાદેવ સ્તોત્ર મહાદેવ, શંકર ભગવાનની આરાધના હિંદુ ધર્મના ભાવિકો તે કરે જ છે પરંતુ જેને મતમાં પણ મહાદેવનો ઉલ્લેખ તથા આરાધનાની વાત છે જ. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યે મહાદેવ સ્તોત્રમાં મહાદેવ કોને કહેવાય તેની સુંદર વ્યાખ્યા કરેલ છે. વળી બહ્મા, વિષ્ણુ, મહેશર એમ ત્રણ વિવિધ સ્પો એક નથી તેમ પણ પ્રતિપાદિત કરેલ છે. મહાદેવના સ્વરુપના વિષયમાં હિંદુ ધર્મમાં પણ ભિન્ન ભિન્ન માન્યતાઓ છે. આ સ્તોત્ર શિવ , મહાદેવના મૂળ અર્થને ધ્યાનમાં રાખીને મહાદેવ-સ્તુતિ કરે છે. વળી જન ધર્મના જ્ઞાન, દર્શન, ચારિત્ર ૫ ત્રણ રત્ન એટલે બહ્મા, મહેશ્વર , વિષ્ણુ છે એમ જણાવેલ છે. મહાદેવ સ્તોત્રની ૨ચના એટલું તો પુરવાર કરે છે કે હેમચંદ્રાચાર્ય સર્વ ધર્મ સમભાવી હતાં. આ સ્તોત્રનો અંતિમ શ્લોક તો આ માટે ખૂબ જ જાણીતો છે.
સ્તોત્રની ૨ચના લીધી અને સરળ છે. સકલાર્વત સ્તોત્ર જેટલી કઠિન ભાષા આમાં નથી. સકલાહતમાં આવતાં લાંબા લાંબા શબ્દોની જગ્યાએ આમાં ટૂંકા. સરળ અને સચોટ શ છે. સકલાહતમાં ભાષા વૈભવ તથા કલ્પના વિહાર બને છે તો અહીં મુખ્યત્વે તર્કશુધ્ધ સમર્પણ ભાવ છે. અત્રે મહાદેવ સ્તોત્રનાં બધાં જ શ્લોકોનું ભાષાંતર આપવાને બદલે મુખ્ય શ્લોકોને રસાસ્વાદ કરાવેલ છે.
प्रशान्त दर्शनं यस्य सर्वभूताऽभयप्रदम् ।
मङ्गल्यं च प्रशस्तं च शिवस्तेन विभाव्यते ॥ १ ॥
પ્રથમ કહે છે કે શિવ કોને કહેવાય ? શિવ એટલે જ શુભ અને કલ્યાણકારી. શ્લોકનો અર્થ આ પ્રમાણે છે.
જેનું દર્શન શાંત-સૌમ્ય છે. જે સર્વ પ્રાણીઓને અભય દેવા વાળા, મંગલકારી છે. પ્રશસ્ત છે તે જ શિવ કહેવામાં આવે છે.
શંકર ભગવાન મંગલ મૂર્તિ છે. તેમની સન્મુખ જોતાં જ, તેમનાં દર્શન કરતાં જ તેમનું સૌમ્ય મુખ જોઈને શાંતિને આવિભૉવ થાય છે. શિવનું બીજુ નામ મહેશર, હવે મહેશર શું છે તે કહે છે.
124
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org