________________
અહીં આચાર્ય એક જ શ્લોકમાં સંપૂર્ણ ખૂલાસો કરે છે. માત્ર જિનેશ્વરની સેવા નહી, જિન આજ્ઞાનું પાલન મહત્વનું છે. જિન આશાના પાલનથી જ મોક્ષ ગતિ પ્રાપ્ત થશે અને આજ્ઞા વિરુદ્ધ વર્તન કરવાથી જન્મ મરણના ફેરામાં કયાં કરવું પડશે. તો જિનેશ્વરની આજ્ઞા શું છે ? =સદાકાળ આપની આજ્ઞા હેય અને ઉપાદેય વિર્ષની છે. આશ્રવ સર્વથા હેય છે અને સંવર હંમેશા ઉપાદેય છે. ખાસ અર્થભગવાનની આજ્ઞા સાવ સીધી સાદી છે. શું હેય એટલે કે છોડવા જેવું છે અને શું ઉપાદેય એટલે ગ્રહણ કરવા જેવું છે તે સમજી લેવું. આશ્રવ સર્વથા છોડવા યોગ્ય છે. આશ્રવ એટલે કર્મ બંધનના દ્વારા., કષાય (ક્રોધ, લોભ, માન અને મોહ ) પાંચ ઇન્દ્રિયના વિષયો, પ્રમાદ વગેરે આશ્રવ છે. આનાથી કર્મ બંધાય છે તેથી તેને
ત્યાગ કરવો.ધર્મના મૂળ તત્વ, સત્ય, શૌચ, ક્ષમા, માર્દવ, સરળતા, નિલભતા, તપ, સંયમ, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય ઇત્યાદિથી કમ બંધનમાં જકડાવું પડતું નથી, તેથી તે ગ્રહણ કરવા યોગ્ય છે. આગળના શ્લોકમાં આ સીધા સાદા જ્ઞાનને" આહંતિ મુટિ" તરીકે ઓળખાવેલ છે. અહંત ધર્મનું મુઠ્ઠી જ્ઞાન તે આ જ જ્ઞાન. આશ્રવા અને સંવરને ઓળખીને એકનો ત્યાગ અને બીજાનો સ્વીકાર તે જ જિનાજ્ઞા પ્રમાણેનું કર્તવ્ય,તેથી દીનતાનો ત્યાગ કરીને જિનાજ્ઞા પાલનથી જીવો કર્મ પી પીંજરમાંથી મુક્ત થાય છે તેને શ્લોક નીચે પ્રમાણે છે.
आकालमियमाज्ञा ते हेयोपादेयगोचरा ।
आप्रवः सर्वथा हेय उपादेयश्च संवरः ॥५॥ આમ ધર્મની અને કર્તવ્યનો આચાર્યશ્રી મહિમા ગાય છે. અહિંસા, સંયમ અને તપનો આ મહાન ધર્મ સર્વ જીવોના કલ્યાણ અર્થે આચરવામાં આવે તે જ સાચી ભક્તિ,ઓગણીસમાં પ્રકાશમાં આ મહત્વની વાત રજૂ કરીને વીસમા અને છેલ્લા પ્રકાશમાં હેમચંદ્રાચાર્ય પરમકૃપાળના ચરણોના અભિલાષી બનીને તેમની સ્તુતિ કરે છે. શ્લોક નં. ૬.૮, અને ૮ નો અનુવાદ આ પ્રમાણે છે.
122
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org