________________
હે તાત તમે જ જ્ઞાતા છો, તમે જ એક કૃપાળુ છો,બીજુ કોઇ નથી અને કૃપાને પાત્ર મારા સિવાય અન્ય બીજો કોઇ નથી તો જે યોગ્ય લાગે તે કરશો. ૯
પરમકૃપાળુ પરમાત્મા દયાના સાગર છે. શરણે આવેલો માનવી દયાની ભીખ માગે છે દેવ, ગુરુ, ધર્મની ઉપાસના ફરનારો જ ખરો કૃપાપાત્ર.., તે જ પ્રભુ કૃપાને લાયક છે. ખુલ્લા દિલે આચાર્યશ્રી પ્રભુ સમક્ષ એકરાર કરે છે. કૃપાનો યાચક હોય તે સર્વ માન મૂકીને પ્રભુને શણે આવે છે. આત્મગહાં પછીનું સ્વભાવિક પગથીયું શરણ અને સમર્પણ છે તેથી સત્તરમાં પ્રકાશમાં સમર્પણ ભાવ છલોછલ ભયો છે. પ્રથમ શ્લોકમાં જ કહે છે;=હે નાથ પોતાના કરેલા દુષ્કૃતની ગહાં અને સુકૃતની અનુમોદના (ખરાબ કામની નિંદા અને સારા કામને ટેકો કરતો હું, અન્ય કોઇ શરણ વગરનો એવો આપના ચરણના શણે આવ્યો છું . થયેલું અને અનુમોદન પામેલુ-મન વચન અને કાયાનું મારુ પાપ મિથ્યા થાઓ અને ફરી તેવી પાપ પ્રવૃત્તિ ન થાય તે પ્રકારની અભિલાષા અહીં દર્શાવી છે. જૈન ધર્મમા અતિ મહત્વના અંગ સમાન ક્ષમાપનાના ભાવને હેમચંદ્રાચાર્યે સત્તરમાં પ્રકાશના છઠ્ઠાં
આ
શ્લોકમાં ઉતાયો છે.
=હું સહુને ખમાવુ છુ, અને સહુ જીવો મને ક્ષમા કરો. આપનુ એકનું જ શણ સહેલા મને તે સર્વ જીવો પ્રત્યે મૈત્રી ભાવ હજો ૬ एकोऽहं नास्ति मे कश्चिन्नचाहमपि कस्यचित् । वदङिशरणस्थस्य, मम दैन्यं न किञ्चन
|| ૭ |
=હું એકલો જ છુ મારુ કોઇ નથી, હું કોઇનો નથી. હવે તારા ચરણોમાં આવેલા મને જરાય દીનતા નથી. ૭
શણે આવેલ ભક્ત ઘડીભર દર્દીન બની જાય છે,પરંતુ તેજ કહે છે કે હવે મારે દર્દીનતા કેવી ? હવે ચિંતા કે ઉપાધિ શાના ? હવે તો હું પ્રભુનાં શરણે છું. મારી જાતને મે એવી સમર્પિત કરી દીધી છે કે મારા સુખ દુઃખ અને મનોભાવો મારા નથી રહ્યા. આ સંજોગોમાં
Jain Education International
For Private & Personal Use Only
120
www.jainelibrary.org