SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ આના પછી અગિયારમાં પ્રકાશમાં કવિની કલ્પના શકિત આ વિષય પર જ આગળ ચાલે છે. થોડા શ્લોકો જોઈએહે પ્રભુ તમે વિરક્ત છો છતાંયે મુક્તિ પી નારીને સંગ કરેલો છે, દ્વેષ રહિત છો છતાંયે આંતરિક શત્રુઓને ધ્વંશ કરેલો છે. અહો ! મહાન આત્માઓનો મહિમા ખરેજ લોક દુર્લભ છે. અચના પરાજયની ઈચ્છા વગરના અને પાપથી બીતા એવા આપે ત્રણ જગત જીતી લીધા છે. મહાન પુરુષો ની એવી ચાતુરી છે ! બારમાં પ્રકાશમાં વૈરાગ્યના મૂર્તિમંત સ્વ૫ ભગવંતનો મહિમા છે. વૈરાગ્યની પ્રાપ્તિ કઠિન છે. પરંતુ પ્રભુને તે સહજ પે પ્રાપ્ત થયેલ છે. આ પ્રકાશનો છો અને આઠમો શ્લોક લઈશુંસુખમાં. દુખમાં, ભવમાં કે મોક્ષમાં જ્યારે આપ દાસીન્સ દાખવો છો ત્યારે આપને વૈરાગ્ય જ છે. આપ કયા સ્થળે વૈરાગ્યવંત નથી આપ સર્વત્ર વિરક્ત છો છે. દાસીન્ગ (સમભાવ )માં હોવા છતાં સમસ્ત વિશ્વને ઉપકાર કરનાર, વૈરાગ્ય નિધાન પરમાત્માને નમસ્કાર હો. (૮) તેરમાં પ્રકાશમાં આચાર્યશ્રી કહે છે કે હેતુ યા કારણ વિના જ કાર્ય કે પરિણામ સંભવી શકે છે...કારણ વત્સલ છો. અભ્યર્થના કયાં વગર જ ભલુ કરનારા છો અને સંબંધ રહિત એવા બાંધવ છો. ૧ હે વીતરાગ , આપ મુક્તિમાર્ગના પ્રવાસીઓના સહાયક છો, આપ મમતા વગરનાં પણ સ્નિગ્ધ મનવાળા છો માર્જન વગરના પણ ઉજ્જવળ વાણી વાળા છો. પ્રક્ષાલન વગરના પણ નિર્મળ આચાર વાળા છો તેથી જ શરણ કરવા યોગ્ય આપનું શરણ હું સહુ છું. ૨ . તેરમા પ્રકાશ પછી ચૌદમા પ્રકાશમાં યોગ માર્ગનો ઉલ્લેખ છે . મન વચન અને કાયાનાં કષ્ટ ૫ વ્યાપારોને તજીને આપ મનમાં રહેલાં શિલ્યને નિપયોગી જાણી દૂર કરી દીધુ છે. ચોગ માર્ગ એટલે ચિત વૃત્તિઓનો નિરોધ . મન પર સવાંગી કાબુ તે યોગ. ઈન્દ્રિયોને કાબુમાં રાખવી તે યોગમાર્ગના પ્રવાસીઓ માટેનું આવશ્યક અંગ છે. અષ્ટાંગ યોગના આઠ પગથીયાં સામાન્ય મનુષ્ય માટે કઠિન છે. 117 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005252
Book TitleHemsiddhi
Original Sutra AuthorN/A
AuthorVinod Kapashi
PublisherZaveri Foundation
Publication Year
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy