________________
બાકીના શ્લોકોનો અનુવાદ પણ જોઇએ
હે પ્રભુ જો શ્રદ્ધાવાન શ્રોતા અને બુદ્ધિમાન વક્તાનો સંયોગ મળે તો કલિકાળમાં પણ આપના શાસનનું એક છત્રી સામ્રાજ્ય પ્રસરી રહે
છે.
3
હે પ્રભુ, અન્ય યુગમાં પણ દુષ્ટ લોકો ઉદ્ભુત હોય છે તો પછી દુષ્કર એવાં કલિકાલ પર શા માટે ક્રીય કરવો. ૪
કલ્યાણની સિદ્ધિ માટે કલિકાલ રૂપ કસોટી જ યોગ્ય છે. અગરુના ગંધનો મહિમા અગ્નિથી જ વધે છે. ૫
રાત્રીમાં દીપક, સમુદ્રમાં દ્વીપ. મભૂમિમાં વૃક્ષ અને ઠંડીમાં અગ્નિ સમાન દુર્લભ આપમા ચરણ કમળની રજ કલિકાલ માં અમને પ્રાપ્ત થયેલ છે.
તમારા દર્શન વિના હું યુગાન્તરીમાં ભટક્યો છું. જેમાં આપનુ દર્શન થયુ તેવા કલિકાલ ને મારા નમસ્કાર હજો. .
७
હે પ્રભુ જેમ વિષહારી રત્નથી વિષ યુક્ત સર્પ શોભે છે, તેમ દોષ વગરનાં એવા આપથી બહુ દોષ વાળો કલિકાલ શોભે છે. ૮ મહાકવિ, સમર્થ ગુરુ હેમચંદ્રાચાર્ય કળિયુગના મહિમાને પણ વિશિષ્ટ પણે વર્ણવે છે. કળિયુગતો કસોટીનો સમય છે., અને આવા દુષમ કાળમાં જ અમનેતો તમારા ચરણ કમળની રજ પ્રાપ્ત થઇ છે. યુગો યુગોથી ભવાટવિમાં હું ભટકયાં કરું છું. પરંતુ મને તારા દર્શન કળિયુગમાં જ થયાં....આ કળિયુગને પણ માશ
નમસ્કાર હોજો ! કેવી ભાવના? કેવી ભકિત રસની પરાકાષ્ઠા ? ગ્રંથમાં આગળ જતા દરામાં પ્રકાશમાં આચાર્યશ્રી લોકોત્તર ચરિત્રથી અજાણ માનવી ભગવાનના ગુણોનો પાર ન પામી શકે તેમ સમજાવે છે, તીર્થંકર ભગવાન રાગ દ્વેષથી રહિત હોય છે.તેમની આ ઉપેક્ષા વૃત્તિને માધ્યસ્થ ભાવ પણ કહે છે. જોકે આવી ઉપેક્ષા વૃત્તિ દાખવીને પણ પરોપકારી બની તે મોક્ષ માર્ગ બતાવે છે. આવી દુર્ઘટ વાત કઈ રીતે ઘટે તેમ તેઓ પાંચમાં શ્લોકમાં પૂછે છે. આ ઉપરાંત એક વિષમતા એ છે કે ભગવાન આમ તો નિગ્રંથ છે એટલેકે કોઇ પણ જાતની ત્ર'થી વિહિન છે તો બીજી રીતે તેઓ ચક્રવર્તી સમાનછે આ બંન્ને શું વિરોધાભાસી ભાવો છે ” ના. ભગવાનનુ ચક્રવતી` પદ એ ધર્મ ચક્રવતી પદ કલ્પનાનો મુક્ત વિહાર મનને ભાવમય બનાવી દે છે.
છે. કવિની
For Private & Personal Use Only
Jain Education International
116 www.jainelibrary.org