________________
આ પ્રકાશનો બારમો શ્લોક અતિ સુંદર અને મનનીય છે. રાગ દ્વેષ સૌથી મોટા શત્રુ છે તેમને જીતવાનું કાર્ય સૌથી કપરું છે તે અહીં દર્શાવે છે
અનુવાદઃ- કદાચ વાયુ સ્થિર થઇ જાય, પર્વત ગળી જાય અને જળમાંથી અગ્નિ થઇ જાય તો પણ રાગ આદિથી ગ્રસ્ત થયેલાં માણસો આપ્ત પણાને (તીર્થંકર પદને ) પામતા નથી.
સાતમા પ્રકાશમાં આચાર્યે ઉપરની વાતોની પૂર્તિ કરી છે. તે પછી આઠમાં પ્રકાશમાં સ્વાદ વાદ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. વસ્તુ તત્વને એકાંતે નિત્ય કે એકાંતે અનિત્ય માનવાથી કૃત નાશ અને અદ્ભુત આગમ નામના બે દોષ લાગે છે. આત્માને પણ માત્ર નિત્ય કે માત્ર અનિત્ય માનવામાં ધર્મો અને સંપ્રદાયો ભૂલ કરી રહ્યા છે. આત્માની અવસ્થા માત્ર નિત્ય અવસ્થા જ છે તેમ સાંખ્ય મત કહે છે અને માત્ર અનિત્ય અવસ્થા છે તેમ બૌદ્ઘ મત કહે છે. અનેકાંત વાદથી જોઇએતો આત્મા નિત્ય અને અનિત્ય બંન્ને છે એમ જૈન દર્શન કહે છે.
વસ્તુના ગુણ માટે પણ એવુ જ છે . “એકલો ગોળ કફ કારક છે. એકલી સુઠ પિત્તકારી છે પણ ગોળ-સૂંઠના મિલનમાં દોષ નથી“ (गुडो हि कफहेतुः स्यान्नागरं पित्तकारणम् । द्वयात्मनि न दोषोऽस्ति, गुडनागरभेषजं
આ રીતે અનેક ગુણોના સહ અસ્તિત્વને અવગણી શકાય નહીં. જેમ ગોરસ દુધ પણે વિનાશ પામી, દહીં પણે ઉત્પન્ન થાય છે અને જળવાઇ રહે છે તેમ વસ્તુ તત્વ ઉત્પાદ, વ્યય અને પ્રૌવ્ય યુક્ત છે., તેનીં આપે પ્રથમથી જ પ્રરૂપણા કરી છે. જૈન દર્શન વસ્તુની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશમાં માને છે.અહીં વિનાશ એટલે સંપૂર્ણ નાશ નહીં પરંતુ સ્થિતિ પરિવર્તન છે.
હવે નવમાં પ્રકાશમાં જોઇએતો અહીં આચાર્યશ્રીએ ભગવાનનો મહિમા વર્ણવ્યો છે કલિકાલનું પણ મહત્વ છે એમ તેઓ કહે છે.
सुषमातो दुःषमायां कृपा फलवती तव ।
મેતો મજૂમાં હિં, રજાયા વંતરો: સ્થિતિઃ ॥ ૨॥
"સુષમા કાળથી દુષમા કાળમાં (કલિકાલ) આપની કૃપા ફળદાયી સમજાય છે. મેરુ પર્વત કરતાં મભૂમિમાં કલ્પવૃક્ષની સ્થિતિ વધુ પ્રશંશા પાત્ર હોય છે “
"
Jain Education International
For Private & Personal Use Only
115
www.jainelibrary.org