________________
વીતરાગ સ્તોત્ર
શ્રી વીતરાગ સ્તોત્રમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય ભકિત રસની સરિતા વહેડાવી છે. આમા સર્વજ્ઞ ભગવાની સ્તુતિ અત્યંત ભાવભયાં હૃદયે કરવામાં આવી છે. આ સ્તોત્રના ગાનથી પાઠકના અણુર્ય અણુમાં ભકિતભાવનો સંચાર થાય છે. ગાના૨ ભકિત-રસમાં સ્નાન કરીને અવર્ણનીય આનંદનો અનુભવ કરે છે. સ્તોત્રના કાઁના હૃદયમાં પ્રભુ પ્રત્યેનો નિષ્પક્ષપાતી પ્રેમ અહીં દેખાય છે. સ્તોત્રની એક એક ગાથાઓ સુંદર શ્લોકોમાં રચાઇ છે. અર્થ-ગંભીર શ્લોકોમાં સંસ્કાર-પૂર્ણ સ્તુતિ-ગાન, હ્રદયને સ્પર્શી જાય તેવી ઉપમાઓ અને અલંકારો હેમચંદ્રાચાર્યની વિશિષ્ટતા છે. આવી રચનાઓમાં જો ભક્તિ ભાવ જ છલોછલ ભર્યો હોય તોપણ તેને ઉત્કૃષ્ટ પ્રકારની ગણી શકાય અહીં તો ભકિત રસની સાથોસાથ દિવ્ય આત્મ સ્વરૂપ પરમાત્માની ઓળખ છે. જૈન ધર્મના આધાર સ્થંભ સમાન સ્વાદ વાદથી ભરપુર વાણી છે. જ્ઞાન સભર દેવ ગુરુ ધર્મના મહિમાનું પ્રતિપાદન છે. તીર્થંકર ભગવંતોના અતિશયોનું આબેહુબ વર્ણન છે. તીર્થંકર નામ કર્મ સાથે સંકળાયેલી દિવ્ય લબ્ધિઓની યશગાથા છે વીતરાગ સ્તોત્રના ૨૦ પ્રકાશ યાને અધિકાર યાને પ્રકરણો છે. પધ કંડિકાઓમાં ગુંથેલી આ વીતરાગ પ્રભુની માળા છે. આ સ્તોત્રનું જ્ઞાન મનને શાંતિતો આપે જ છે પણ સાથોસાથ ધ્યાન યોગની સાધના કરનારાઓને એક સુંદ૨ વિષય પણ પૂરો પાડે છે. ચિંતવન માટેની અતિ ઉપયોગી માહિતી
આ સ્તોત્ર પૂરી પાડે છે. સર્વ ગુણ સંપન્ન સર્વજ્ઞ વીતરાગ દેવની સ્તુતિ વાંચકને આધ્યાત્મિકતાના ઉચ્ચ સ્તરે લઇ જાય છે. વીતરાગ સ્તોત્રની રચના યોગશાસ્ત્રનાં ૧૨ પ્રકાશ સાથે કરવામાં આવી હતી. કહેવાય છે કે મહારાજા કુમારપાળ બંન્ને ગ્રંથોનો સ્વાધ્યાય નિયમિત પણે કરતાં હતાં. આ કૃતિ કૂલ ૧૮૮ શ્લોકોમાં લખાયેલી છે. આ વીતરાગ સ્તવથી કુમારપાળ મહારાજાને મનવાંછિત ફળ પ્રાપ્ત થયું હતુ તેમ સ્વયં હેમચંદ્રાચાર્યે અહીં નોંધ્યુ
છે
Jain Education International
For Private & Personal Use Only
109
www.jainelibrary.org