________________
છંદોનુશાસન
કાવ્યશાસ્ત્ર શીખ્યા પછીનો સ્વભાવિક ક્રમ છંદોનુશાસનનો છે. કાવ્યની રચનાઓ વિવિધ છંદોમાં કરવાની પ્રથા હતી અને તે અનુસાર છંદોનું જ્ઞાન અનિવાર્ય ગણાતું હતું. હેમચંદ્રાચાયે પણ પ્રથમ શ્લોકમાં જ આ ગ્રંથ ૨ચનાનું પ્રયોજન જણાવેલ છે”શબ્દાનુશાસન અને કાવ્યાનુશાસન પછી કાવ્યમાં ઉપયોગમાં લેવાતાં છંદોનુ હવે અનુશાસન કહીશ આચાર્યશ્રીનો પ્રકારનાં ગ્રંથો
આ ગ્રંથ કેદારભટ્ટ અને ગંગદાસ તથા પિંગળના આ કરતાં વધારે સારી, વધારે પ્રમાણભૂત છે.
છંદોનુશાસનમાં ફૂલ ૭૬૪ સૂત્રો છે. તેના આઠ અધ્યાયમાં આવેલા સૂત્રોની સંખ્યા અને વિગત આ પ્રમાણે છે.. પ્રથમ અધ્યાયમાં ૧૬ સૂત્રો છે તેમાં વર્ણ ગણ, માત્રા ગણ, વૃત્ત, સમવૃત્ત, વિષમવૃત્ત અર્ધ સમવત્ત, પાદ, યતિ,વગેરેની ચર્ચા. બીજા અધ્યાયમાં ૪૧૫ સૂત્રો છે તેમાં ચારસો અગિયાર જાતનાં છંદો વિષે લખવામાં આવ્યું છે. ત્રીજા અધ્યાયમાં માત્ર ૭૩ સૂત્રો છે તેમાં બીજા ૭૨ જાતનાં છદો છે. ચોથા અધ્યાયનાં ૯૧ સૂત્રોમાં, પ્રાકૃતનાં અમૂક લોકપ્રિય છંદોની ચર્ચા છે. પાંચમાં અધ્યાયમાં ૪૯ સૂત્રો છે તેમાં થોડાં પ્રાકૃતનાં અને થોડાં અપભ્રંશના છંદો છે. છઠ્ઠા અધ્યાયનાં માત્ર ૩૦ સૂત્રોમાં અપભ્રંશનાં છંદો વિષે છે. સાતમાં અધ્યાયનાં ૭૩ સૂત્રોમાં અપભ્રંશની દ્વિપદી ૨ચનાઓની સમજ આપેલ છે. આઠમા અધ્યાયમાં સૌથી છા સૂત્રો છે માત્ર સત્તર સૂત્રોમાં વૃત્તોનાં વિસ્તારનું વર્ણન છે. છંદનાં ગણિતનો આ પુસ્તકમાં સારી ખ્યાલ રાખવામાં આવ્યો છે આ ગ્રંથ વિષે વધારે માહિતી અસ્થાને ગણાશે.
Jain Education International
3
For Private & Personal Use Only
108
www.jainelibrary.org