________________
છે
દરેક રસમાં તે રસને સંબંધકતાં વિભાવ, અનુભાવ કે વ્યભિચાર વિકૃત સ્વરુપ ) હોય છે. રસના નવ પ્રકાર છે શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ, અદભૂત અને શાંત એમ નવ રસો છે. દરેક રસની વ્યાખ્યા અલગ અલગ રીતે કરવામાં આવી છે
દા. ત. હાસ્ય રસ વિષે- "વિકૃત વેશાદિવિભાવો નાસાસ્પન્દનાથનુભાવો નિાદિ વ્યભિચારી હાસો હાસ્યઃ “= વિકૃત વેષના વિભાવ, શરીરનાં અંગોપાંગનાં અનુભાવો, નિદ્દા વગેરે વિકૃત હાસ્યને હાસ્ય રસમાં ગણાવી શકાય છે.
અભૂત રસ વિષે જોઈએ- દિવ્ય દર્શન આદિ વિભાવ, નયન વિસ્તાર યુક્ત અનુભાવ, હર્ષના વ્યભિચાર યુક્ત વિસ્મય. આને અભૂત રસ કહે છે. શૃંગાર, હાસ્ય વગેરે રસોનાં અનેક દાખલાઓ આચાર્યશ્રી વિવિધ ગ્રંથોમાંથી લઈને આપણી સમક્ષ મૂકે છે. ૮૧ જેટલાં ગ્રંથોમાંથી ૫૦ થી વધારે કવિઓની રચનાઓના ઉદાહરણો રજુ કયાં છે. * હેમચંદ્રાચાર્ય પોતે એક સંયમી સાધુ હતાં અને તેમણે તો બાળ વયમાં દીક્ષા અંગીકાર કરી હતી છતાંયે કાવ્યરસને પોષક સર્વ પ્રકારનાં ઉદાહરણો તેમણે ટાંક્યા છે. જ્યારે શૃંગાર રસની વાત આવે છે ત્યારે નારી સૌંદર્યને આલેખતા અવનવા ઉદાહરણ રજૂ કર્યાં છે. પરસ્થ હાસ્યરસનાં એક દાખલા તરીકે કવીન્દુ વચનની આ કડી જૂઓ.
कनककलशस्वच्छे राधापयोधरमंडळे । नवजलधरश्यामामात्धुतिं प्रतिबिंबिताम् ।। अस्ति सिचयप्रान्त भ्रान्तया मुहर्मुहुतिक्षपन् ।
जयति जनित ब्रीडाहास: प्रेपयाहसितो हरिः ॥ આ કંડિકામાં કૃષ્ણની રાધા પ્રત્યેની ચેષ્ટામાં જે કાવ્યરસ છે તે વાંચકને ખ્યાલમાં આવી જ જશે. સેંકડો નહીં બલકે હજારો વર્ષ પહેલાં પણ કાવ્યશાસ્ત્ર એક સવાંગ સંપૂર્ણ કહી શકાય તેવું શાસ્ત્ર હતુ. આમાં દશૉવેલી વ્યાખ્યાઓ સાશ કવિઓને પણ માર્ગદર્શન આપી શકે તેવી છે.
103
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org