________________
કરુણ રસની હવે વ્યાખ્યા જોઇએ- ઈટ નાશને વિભાવ. દેવને ઉપાલંભ દેત અનુભાવ અને દુખમય વિકૃતિને શોક તેનું નામ કરુણ ૨સ.
૨સ પછી સભાવ, રસભાષા, અને ભાવભાષાની સમીક્ષા છે. બીજા અધ્યાયનાં છેલ્લાં ત્રણ સૂત્રો કાવ્યનું વર્ગીકરણ કરે છે.
વ્યંગ પ્રધાન ( અલંકાર ઇત્યાદિથી યુકત ) કાવ્ય ઉત્તમ છે. સંદિગ્ધ કાવ્ય રચના મધ્યમ છે ( દા. ત. કરુણ રસ હોય પણ તેની સાથે શૃંગાર રસ પણ જણાય ) વ્યંગ વગરની કાવ્ય રચના ત્રીજા પ્રકાશમાં આવે છે તેમાં” શબ્દાર્થ ચિત્ય માત્ર હોય છે એટલે કે શબ્દોની લીલા જ હોય છે. .
ત્રીજા અધ્યાયમાં દશ સૂત્ર છે તે કાવ્યનાં દોષ વર્ણવે છે. અલંકાર ચૂડામણિ અને વિવેકમાં આ વિસ્તૃત પણે દશાવેલ છે. આ વિભાગમાં "આભાસની વાત કરતાં હેમચંદ્રાચાર્ય આ ઉદાહરણ ટાંકે છે
अंगुलीभिरिव केशसंचयं सन्निगृह तिमिरं मरिचिभीः । कुंमलीकृत सरोजलोचनं चुम्बतीव रजनीमुखं शशी ॥
સાક્ષરશ્રી હરિવલ્લભ ભાયાણીએ આને અનુવાદ આ પ્રમાણે કયો છે.
મરીચિ અંગુલી વતી તમિસ્ત્ર કેશ પાશને સમારતા સરોજ લોચને બીડેલા યામિનીનું મુખ મયંક ચૂમતો.
ચોથા અધ્યાયમાં આચાર્યશ્રી કાવ્યનાં ગુણે દશાવે છે તે છે - માધુર્ય, ઓજસ અને પ્રસાદ,
તે પછી પાંચમાં અધ્યાયમાં છ પ્રકારનાં શબ્દાલંકાર વિષ છે ૧) અનુપ્રાસ (૨) યમક (3) ચિત્ર (૪) શ્લેષ (૫) વક્રોક્તિ
104
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org