________________
૮૪
હસ્તપ્રતવિઘા અને આગમ સાહિત્ય: સંશોધન અને સંપાદન
૩. અગર, ૪. બરાસ, ૫, કસ્તૂરી, ૬. મરચકંકોલ, ૭. ગોરોચન, ૮. હિંગળોક, ૯. રોંજણી, ૧૦. સોનાના વરક, અને ૧૧. અંબર - આ અગિયાર દ્રવ્યના મિશ્રણથી વણકર્દમ બને છે.
ઉપર બતાવ્યા પ્રમાણે વિધિથી તૈયાર થયેલી શાહી, હિંગળોક, હરિતાલ, સફેદા વગેરેને એક થાળીમાં તેલ ચોપડી તેમાં તેની વડીઓ પાડી દેવી. સૂકાયા પછી જ્યારે જરૂર પડે ત્યારે તેમાં માત્ર પાણી નાંખવાથી જ તે લખવાના કામમાં આવી શકશે.
જૈન સાહિત્યનું સંરક્ષણ
જ્ઞાનોપાસના માટે ગ્રંથરાશિના સંગ્રહની સાથે સાથે તેનું સંરક્ષણ પણ એટલું જ આવશ્યક છે. જૈનો તેની સુરક્ષા માટે લાભપાંચમ' (કારતક સુદ પાંચમ) ને “જ્ઞાનપંચમી' તરીકે ઊજવે છે, આ દિવસે બધી હસ્તલિખિત પ્રતોને સંગ્રહમાંથી બહાર કાઢી, તેના વસ્ત્ર ઉપર જામેલી ધૂળને ખંખેરી, સફાઈ કરીને નવા વસ્ત્રમાં વીંટાળીને તેની પૂજા કરીને તેને પાછી મૂકવામાં આવે છે. ઊધઈ વગેરેના ઉપદ્રવથી તેને બચાવીને, જરૂર પડે નવી પ્રતિલિપિ તૈયાર કરાવીને તેનું રક્ષણ કરવામાં આવે છે. હસ્તલિખિત પુસ્તકોને ચોમાસાની ભેજવાળી હવા અસર કરી નુકસાન પહોંચાડે છે. પુસ્તકસંગ્રહમાં પેસી ગયેલી હવાને દૂર કરવા તેને તાપ લેવડાવવો જોઈએ. આ માટે સૌથી સરસ, અનુકૂળ અને વહેલામાં વહેલો સમય કાર્તિક માસ જ છે. આ કામ માટે કુશળ શ્વેતાંબર જૈનાચાર્યોએ કાર્તિક શુક્લ પંચમીના દિવસને નિયત કર્યો. આ દિવસ “જ્ઞાનપંચમી' તરીકે ઓળખાય છે. આ દિવસે પુસ્તક ભંડારો તપાસી તેની આસપાસ વળેલ ધૂળકચરો સાફ કરવો જોઈએ, જેથી ઊધઈ આદિ લાગવાનો પ્રસંગ ન આવે. પુસ્તકોને તડકો દેખાડવો, અને તેમાં જીવડાં ન પડે તે માટે મુકેલ ઘોડાવજના ભૂકાની નિર્માલ્ય પોટલીઓ બદલીને નવી પોટલીઓ મૂકવી જોઈએ. આ રીતે પુસ્તકોની સાચવણી કરી સાચા અર્થમાં જ્ઞાનપંચમીની ઉજવણી કરવી જોઈએ.
જ્ઞાનનો પ્રચાર, તેના સાહિત્યનું સર્જન અને તેના સંરક્ષણના ક્ષેત્રે જૈન સમાજનું પ્રદાન નોંધપાત્ર રહ્યું છે. પૂર્વપુરુષોની અમૂલ્ય વાણી સાચવવામાં જૈન સમાજે વાપરેલી દીર્ધદર્શિતાની પૂર્વ અને પશ્ચિમના સાક્ષરોએ મુક્તકંઠે પ્રસંશા કરી છે. સાહિત્ય-લેખન અને સંગ્રહ માટે તેઓએ સમર્થ આચાર્યાદિ મુનિવર્ગના ઉપદેશથી કે પોતાના આંતરિક ઉલ્લાસથી પોતાના અથવા પોતાના પરલોકવાસી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org