________________
જૈન સામતસંશોધન અને સંરક્ષણ કે કસોટીના ઘંટા વડે ઘૂંટવાથી તે અક્ષરો ઓપ ચઢાવેલ સોના-રૂપાના ઘરેણાંની માફક તેજવાળા દેખાશે.
(ખ) હિંગળોક : કાચા હિંગળકને ખરલમાં નાંખી તેમાં સાકરનું પાણી નાંખી ખૂબ ઘૂંટવો. પછી તેને ઠરવા દઈ પીળાશ પડતું પાણી બહાર કાઢી નાંખવું. આ પ્રમાણે જ્યાં સુધી પીળાશનો ભાગ દેખાય ત્યાં સુધી કર્યા કરવું. વીસ-પચ્ચીસ વખત આ પ્રમાણે હિંગળોકને ધોવાથી લાલ સુરખ જેવી હિંગળોક થશે. તે શુદ્ધ હિંગળોકમાં સાકરનું પાણી અને ગુંદરનું પાણી નાંખતા જવું અને લૂંટતા જવું. આ રીતે તૈયાર થયેલા હિંગળોકનો ઉપયોગ લાલ શાહીરૂપે લખવામાં કરાય છે.
(ગ) હરિતાલ :
તે બે પ્રકારની છે : દગડી અને વરગી. આપણા પુસ્તક-સંશોધનમાં વરગી હરિતાલ ઉપયોગી છે. આ હરિતાલને ખરલમાં નાખી તેને ખૂબ ઝીણી વાટવી. તેને જાડા કપડામાં અથવા જેમાંથી ઘણી જ મહેનતે છણી શકાય તેવાં કપડામાં ચાળવી. પછી ખરલમાં નાખી ખૂબ લસોટવી. પછી તેમાં ગુંદરનું પાણી નાંખતા જવું અને ઘૂંટતા જવું, ગુંદરનો ભાગ વધારે પડતો ન થાય તેની ખાતરી કરવી.
(૧) સફેદો :
રંગવાને માટે જે સૂકો સફેદો આવે છે, તેમાં ગુંદરનું પાણી નાખી ખૂબ લૂંટવાથી તે તૈયાર થાય છે. તેનો પુસ્તક-સંશોધન માટે ઉપયોગ કરાય છે.
(ચ) અટગંધ :
આનો ઉપયોગ મંત્રાલરો લખવા માટે કરવામાં આવે છે. આમાં - ૧. અગર, ૨. તગર, ૩. ગોરોચન, ૪. કસ્તૂરી, ૫. રક્તચંદન, ૬. ચંદન, ૭. સિંદૂર અને ૮. કેસર - આ આઠ દ્રવ્યોનું મિશ્રણ થવાથી તેનું નામ અષ્ટગંધ પડ્યું છે.
(છ) થકમ : આનો ઉપયોગ પણ મંત્રો લખવા માટે કરાય છે. ૧. ચંદન, ૨. કેસર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org