________________
૮૨
હસ્તપ્રતવિદ્યા અને આગમસાહિત્ય : સંશોધન અને સંપાદન
(7) કાગળ પર લખવાની શાહી :
કાગળની શાહીના છ પ્રકારો છે, તેમાં જિનતા, કાજળ, બોળ, ગુંદર અને ભાંગરાના રસથી બનેલી શાહી સર્વોત્તમ છે.
(૪) ટિપ્પણાની શાહી ;
बोलस्य द्विगुणो गुन्दो, गुन्दस्य द्विगुणा मषी ।
मर्दयेत् यामयुग्मं तु, मषी वज्रसमा भवेत् ॥
બોળ કરતાં બે ગણો ગુંદર, ગુંદર કરતાં બે ગણી મેષ- તેના મિશ્રણને ઘૂંટવાથી શાહી વજ્ર જેવી બને છે, આ શાહીનો ટિપ્પણા લખવામાં ઉપયોગ થતો હશે. આ શાહીના પ્રયોગમાં જ્યાં જ્યાં ગુંદરનું પ્રમાણ કહ્યું છે, ત્યાં ત્યાં તે ખેરના ગુંદરનું જાણવું, બાવળ કે લીંબડાના ગુંદરમાં ચીકાશ વધારે હોવાથી તે પોણા ભાગે નાંખવો. વળી લાખ, કાથો કે હીરાકસી જેમાં પડી હોય તેવી કોઈ પણ શાહીનો ઉપયોગ પુસ્તક લખવા માટે કરવો નહીં.
(૪) સોનેરી-રૂપેરી શાહી :
પ્રથમ કોઈ પણ જાતના કચરા વિનાના ધવના ગુંદરનું પાણી કરવું. પછી તેને કાચની અથવા બીજી કોઈ સારી રકાબીમાં ચોપડતા જવું અને સોનાની કે ચાંદીની જે શાહી બનાવવી હોય તેનો વરક લઈ તેના ઉપર વળે નહીં તેવી રીતે લગાડવો, અને આંગળીથી ઘૂંટવો. આમ કરવાથી તરત જ તે સોનાના કે ચાંદીના વરકનો ભૂકો થઈ જશે. પછી પુન: પણ ગુંદર લગાડી વરક લગાડતા જવું અને ઘૂંટતા જવું. આ રીતે તૈયાર થયેલા ભૂકામાં સાકરનું પાણી નાખી તેને હલાવી દેવો. જ્યારે ભૂકો ઠરી નીચે બેસી જાય ત્યારે તેમાંનું પાણી ધીરે ધીરે બહાર કાઢી નાખવું. આમ ત્રણ-ચાર વાર કરવાથી સોના ચાંદીનો ભૂકો રહે એ જ પાણી તૈયાર શાહી સમજવી.
સાકરનું પાણી નાંખવાથી ગુંદરની ચીકાશનો નાશ થાય છે, અને સોનાચાંદીના તેજનો હ્રાસ થતો નથી. ખરલ પોતે ઘસાય તેવો હોય તો ઘૂંટતી વખતે તેમાંની કાંકરી શાહીમાં ભળતાં શાહી દૂષિત બને છે, તેથી ખરલ સારો હોવો જોઈએ. સોનેરી કે રૂપેરી શાહીથી લખવાનાં પાનાંઓ કાળા, ભૂરા, લાલ, જાંબલી આદિ રંગથી રંગી ઘૂંટવાં. પછી સોનેરી શાહીથી લખવું હોય તો હરિતાલ' અને રૂપેરી શાહીથી લખવું હોય તો સફેદાથી અક્ષરો લખી તેના ઉપર સોના- ચાંદીની શાહીને પીંછી વડે પૂરવી. હરિતાલ-સફેદાના અક્ષરો લીલા હોય ત્યારે જ તેના ઉપર સોનેરી-રૂપેરી શાહી ફેરવવી. સૂકાયા બાદ તે પાનાંને અકીક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org