________________
જૈન હસ્તપ્રત સંશોધન અને સંરક્ષણ દરેકનું પ્રમાણ કેટલું એ સ્પષ્ટ થતું નથી. છતાં બધી વસ્તુઓને મેળવ્યા પછી તાંબાની કઢાઈમાં નાખી તેને ખૂબ ઘૂંટવાથી દરેક વસ્તુ એકરસ થઈ જાય છે.
બીજો પ્રકાર :
લીંબડાના ગુંદરથી બમણો બીજાબોળ લેવો. તેનાથી બમણું તલના તેલનું પાડેલું કાજળ લેવું. આ સર્વને તાંબાના પાત્રમાં નાખી તેને સખત અગ્નિ ઉપર ચડાવી ધીરે ધીરે લાક્ષારસ નાંખતા જવું અને તાંબાની ખોલી ચઢાવેલ ઘૂંટા વડે ઘૂંટતા જવું. પછી ગોમૂત્રમાં ભીંજાવી રાખેલ ભીલામાના ગર્ભને ઘંટાની નીચે લગાડી શાહીને ઘૂંટવી. તેમાં ભાંગરાનો રસ પણ મળે તો નાંખવો. એટલે તાડપત્રની મીશાહી તૈયાર થશે.
એ ધ્યાનમાં રાખવું કે આમાં લાક્ષારસ પડતો હોવાથી કાજળને ગોમૂત્રમાં ભીંજાવવું નહીં. નહીં તો લાક્ષારસ ફાટતાં શાહી નકામી થઈ જશે.
બ્રહ્મદેશ, મદ્રાસ આદિ દેશમાં શાહીના સ્થાને નાળિયેરની કાછલી કે બદામના છોતરાને બાળી તેની મેશને તેલમાં મેળવીને વાપરવામાં આવે છે. તેઓ કોતરીને લખેલા તાડપત્ર ઉપર તે મેશને ચોપડી તેને કપડાથી સાફ કરી નાંખે છે. ત્યારે કોતરેલો ભાગ કાળો થઈ આખું પાનું જેવું હોય તેવું થઈ જાય છે.
ત્રીજો પ્રકાર :
કાજળ જેટલો બોળ-હીરાબોળ અને ભૂમિલતા તથા પારાનો કાંઈક અંશ - આ બધાને ગરમ પાણીમાં મેળવી સાત દિવસ અથવા તેથી પણ વધારે દિવસો સુધી ઘૂંટવી. પછી વડીઓ કરી સૂકવવી. સૂકાયા પછી ભૂકો કરવો. જરૂર પડે ત્યારે ભૂકાને ગરમ પાણીથી ખૂબ ઘૂંટવાથી તે શાહી બને છે, તે શાહીથી લખેલ પાનાંઓ રાત્રિમાં પણ દિવસની જેમ વાંચી શકાય છે. '
કોરા કાજળને કોરા માટીના શરાવમાં નાંખી જ્યાં સુધી તેની ચીકાશ દૂર થાય ત્યાં સુધી આંગળીઓ વડે ઘૂંટવું. આથી કાજળની ચીકાશ શરાવ ચૂસી લેશે. કાજળ અને લીંબડા કે ખેરના ગુંદરને બિયાજલ-બિયારસના પાણીમાં મિશ્ર કરી, ભીંજાવી, ખૂબ ઘૂંટવા. તેમાં નાંખેલ પાણી લગભગ સૂકાઈ જાય ત્યાં સુધી ઘૂંટવા. પછી તેની વિડીઓ કરી સૂકવવી. તેનો ભૂકો કરી ગરમ પાણીથી ખૂબ ઘૂંટવાથી તે લખવા લાયક શાહી બને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org