________________
८०
હસ્તપ્રતવિદ્યા અને આગમસાહિત્ય : સંશોધન અને સંપાદન
(ખ) પીંછી :
આનો ઉપયોગ પુસ્તક શોધવા માટે કરાય છે, જેમ કે ષ નોપ, બ નો વ, મ નો ન કરવો હોય, કોઈ અક્ષર કે પંક્તિ કાઢી નાંખવી હોય અથવા એક અક્ષરને બદલે બીજો અક્ષર કરવો હોય, ત્યારે હરિતાલ કે સફેદાને પીંછીથી તે નકામા ભાગ ઉપર લગાડતાં જોઈતો અક્ષર બની જાય છે, આજે ઝીણી, જાડી, નાની, મોટી જેવી જોઈએ તેવી અનેક પ્રકારની પીંછીઓ મળી શકે છે. છતાં આપણા પુસ્તક-શોધનમાં ખિસકોલીના પૂંછડાના વાળ અને કબૂતરના પીંછાના આગલા ભાગમાં પરોવીને બનાવેલી પીંછી વધારે સહાયક બને છે. કારણ કે આ વાળ કુદરતે જ એ રીતે ગોઠવેલા હોય છે કે, તેને આપણે ગોઠવવાની જરૂર રહેતી નથી. વળી તે એકાએક સડી કે તૂટી પણ જતા નથી.
(ગ) જૂજબળ :
કલમથી લીટીઓ દોરતાં થોડીવારમાં જ કલમ બૂઠી થઈ જાય છે. માટે લીટીઓ દોરવા માટે આનો ઉપયોગ કરાતો હતો. આજે પણ મારવાડમાં કેટલેક ઠેકાણે તેનો ઉપયોગ લીટીઓ દોરવામાં કરાય છે. આ સાધન લોઢાનું હોય છે, અને તેનો આકાર આગળથી ચીપિયા જેવો હોય છે.
૩. શાહી આદિ :
આમાં નીચેનાનો સમાવેશ થાય છે.
(૪) શાહી :
પ્રાચીન સમયથી ભારતમાં લખવા માટે શાહીનો ઉપયોગ થતો આવ્યો છે. શાહીનું નીચે મુજબ વિભાગીકરણ કરી શકાય.
(ક) તાડપત્રની કાળી શાહી : આજકાલ તાડપત્ર ઉપર લખવાનો રિવાજ રહ્યો નથી. જુદા જુદા પ્રકારની આ કાળી શાહી બનાવવામાં આવતી.
પ્રથમ પ્રકાર :
सहवर भृङ्ग- त्रिफलाः, कासीसं लोहमेव नीली च ।
समकज्जलबोलयुता, भवति मषी ताडपत्राणाम् ।।
ધમાસો, ભાંગુરઓ, ત્રિફળા, કસીસ (જેનાથી કામ વગેરે રંગાય છે) લોહચૂર્ણ, ગળીને મેશ સાથે ભેળવવાથી તાડપત્રની શાહી તૈયાર થાય છે. આમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org