________________
જૈન હસ્તપ્રત સંશોધન અને સંરક્ષણ
૮૫
સ્વજનના કલ્યાણ અર્થે નવીન પુસ્તકાદશ લખાવીને, પુરાતન જ્ઞાનભંડારો મેળવીને કે મોટા મોટા જ્ઞાનભંડારોની સ્થાપના કરીને જ્ઞાનનો પ્રચાર કર્યો છે. પૂજ્યપાદ શ્રીમાન દેવર્ધિગણિ ક્ષમાશ્રમણે ગ્રંથલેખનનો આરંભ કરાવ્યા પછી અનેક સમર્થ તેમ જ સાધારણ વ્યક્તિઓએ જ્ઞાનભંડારોની સ્થાપના કરી છે. મહારાજા સિદ્ધરાજ જયસિંહે ત્રણસો લહિયા એકઠા કરી સર્વ દર્શનના ગ્રંથો લખાવી રાજકીય પુસ્તકાલયની સ્થાપના કરી હતી. આચાર્ય હેમચંદ્રના સવાલાખ શ્લોકપ્રમાણ વ્યાકરણ ગ્રંથની સેંકડો પ્રતિઓ લખાવી તેના અભ્યાસીઓને દેશપરદેશ ભેટ મોકલાવી હતી. મહારાજા કુમારપાલે પણ એકવીસ જ્ઞાનભંડારો સ્થાપ્યા હતા. બીજા અનેક સજ્જનોએ જ્ઞાનભંડારોની સ્થાપના કરી હતી.
જ્ઞાનભંડારોની રક્ષા માટે ગુમ ભોંયરાઓની રચના થતી. જેસલમેરનો કિલ્લો જોતાં ત્યાંના ભંડારને કેવી રીતે સુરક્ષિત રાખવામાં આવતા હતા તે સમજાશે. આચાર્ય સિદ્ધસેન માટે કહેવાય છે કે તેમણે ગુપ્ત સ્તંભને ઔષધિ વડે ઉઘાડી તેમાંથી મંત્રાસ્નાયનાં કેટલાક ઉપયોગી પુસ્તકો બહાર કાઢયાં અને સ્તંભ અચાનક જમીનમાં ઉતરી ગયો.
પ્રાચીન સાહિત્યને તેના રક્ષણ માટે પુસ્તક મૂકવાની પેટી, મંજૂસ કે કબાટ, આદિને જમીનથી અધ્ધર રાખવાનો રિવાજ છે. આમ કરવાથી ધૂળ, ઊધઈ કે ઉદર ઉપદ્રવ કરી શકે નહીં. હસ્તલિખિત પુસ્તકની શાહીમાં ગુંદર પડતો હોવાથી શરદી લાગતાં તે ચોંટી ન જાય તે માટે ગ્રંથભંડારનું સ્થાન ભેજરહિત તથા ચોમાસાનું પાણી ન ઊતરે તેવું પસંદ કરવામાં આવતું. તથા દરેક ગ્રંથને મજબૂત બાંધીને રાખવામાં આવતો. મજબૂત બંધાયેલ પુસ્તકમાં શરદી પ્રવેશતી નથી. જેનો ચોમાસામાં ભંડારને ઉઘાડતા નથી, તેનું કારણ પુસ્તકને હવા ન લાગે તે છે.
કેટલાંક પુસ્તકોની શાહીમાં ગુંદર વધારે પ્રમાણમાં પડી જવાથી સહજ માત્ર શરદી લાગતાં તેનાં પાનાં ચોટી જવાનો ભય રહે છે, તેવાં પુસ્તકોનાં દરેક પાનાં ઉપર ગુલાલ છાંટી દેવો, ભભરાવવો એટલે તેના ચોંટવાનો ભય ઓછો થઈ જશે. વધારે પ્રમાણમાં શરદી લાગવાથી ચોટી ગયેલા પુસ્તકને ઉખેડવા માટે પણિયારામાંની સૂકી જગ્યામાં અથવા પાણી ભર્યા બાદ ખાલી કરેલ ભીનાશ વિનાની પણ પાણીની હવાવાળી માટલી કે ઘડામાં જલમિશ્રિત શરદી લાગે તેમ મૂકવું. હવા લાગ્યા પછી ચોંટી ગયેલ પાનાંને ધીરે ધીરે ઉખાડવાં. જે વધારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org