________________
૭૮ હસ્તપ્રતવિદ્યા અને આગમ સાહિત્ય: સંશોધન અને સંપાદન લખવા કરતાં મંત્ર-વિદ્યા આદિના પટો લખવા, ચીતરવા માટે વધારે કરાતો અને હજુ પણ કરાય છે.
(ગ) ભોજપત્ર : આનો ઉપયોગ મુખ્યતયા મંત્રો લખવા માટે કરાતો અને હજુ પણ કરાય છે. હિમાલયની પર્વતમાળા અને તળેટીમાં ભૂર્જ (ભોજ) નામનાં વૃક્ષો થાય છે. તેના થડિયા ઉપર ઊભો ચીરો મૂકીને કાપડના તાકાની જેમ તેને ગોળ ગોળ ઉકેલી કાઢવામાં આવે છે. એને એકસરખા માપથી કાપીને, સૂકવીને તેનો લખવાના લકરૂપે ઉપયોગ પ્રાચીન સમયથી થતો આવ્યો છે. આવાં ભૂfપત્રો સાઠથી સો વર્ષ સુધી ટકી શકે છે.
(ઘ) પથ્થર : પથ્થરનો ફલક તરીકે ઉપયોગ થતો. ઈ. સ. પૂ. 300માં સમ્રાટ અશોકે ગિરનારના ખડકો ઉપર આદેશો કોતરાવ્યા હતા. ઈ. સ. પૂર્વે ૧૫૦ની સાલમાં મહાક્ષત્રપ રુદ્રમાએ પણ ગિરનાર પર એક શિલાલેખ કોતરાવ્યો હતો.
(ચ) ધાતુઓ :વિવિધ ધાતુઓનો પણ ફલક તરીકે ઉપયોગ થતો હતો. સુવર્ણ, રજત અને મહઅંશે તામ્ર (તાંબુ) ઉપર થયેલાં લખાણો મળે છે. આવા તામ્રપટ . કે તામ્રશાસનનો ઉપયોગ ભૂમિદાનો અંગેના દસ્તાવેજો લખવામાં થતો હતો.
(છ) કાષ્ઠ : લાકડાંના પાટિયાનો પણ ફલક તરીકે ઉપયોગ થતો. બ્રહ્મદેશમાં રંગીન લાકડાંથી હસ્તલિખિત પ્રતો ઘણી મળે છે. બૌદ્ધધર્મના વિનયપિટક અને જાતકકથામાં આ ફલકનો ઉપયોગ થયાના ઉલ્લેખો મળે છે.
(જ) કાગળ : પુરાતનકાળમાં ભંગળિયા, સાહેબખાની આદિ અનેક પ્રકારના કાગળો બનતા, અને તેમાંથી સારા અને ટકાઉ કાગળનો ઉપયોગ પુસ્તક લખવા માટે થતો. ગુજરાતમાં પુસ્તકો લખવા માટે અમદાવાદી તેમ જ કાશ્મીરી કાગળનો જ ઉપયોગ થાય છે. પુસ્તકો લખવા માટેના કાગળો ત્યાંથી ઘૂંટાઈને જ આવે છે. છતાં તેને શરદીની હવા લાગવાથી તેનો ઘંટો ઊતરી જાય છે, તેના ઉપર લખાતા અક્ષરો ફૂટી જાય છે અથવા શાહી ટકી શકતી નથી, આથી તે કાગળને ધોળી ફટકડીના પાણીમાં બોળી સૂકવવા પડે છે અને કાંઈક લીલા-સૂકા જેવા થાય એટલે અકીકના, કસોટીના અગર તેવા કોઈ પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org