________________
જૈન હસ્તપ્રત સંશોધન અને સંરક્ષણ
-
વાલ છે.
સૂત્રપિટકમાંની જાતકકથાઓમાં ઉલ્લિખિત પણ (પર્ણપત્ર), અખર (અક્ષર), પોત્થક (પુસ્તક); ફલક; વણણક (વર્ણક); કલમ ઇત્યાદિ લેખનસામગ્રીનાં નામો દ્વારા પ્રાચીન ભારતમાં લેખનકલા પ્રચલિત હતી એમ ભૂચિત થાય છે.
વેદાંગ સાહિત્ય, રામાયણમાં, કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં અને વાત્સ્યાયનના કામસૂત્રમાં પણ લિપિ, લિપિકાર, યવનાની, ગ્રંથ, સ્વરિત ચિહ્ન, પત્ર, પુસ્તક આદિના ઉલ્લેખો મળે છે.
હડપ્પા, મોહેં-જો-દડો વગેરે સ્થળોએ મળેલી મુદ્રાઓ, મુદ્રાંકનો, મૂર્તિઓ ઉપરનાં લખાણો તે નગરોના સૌથી નીચેના અર્થાત્ સૌથી પ્રાચીન સ્તરમાંથી નીકળ્યા છે. આ સ્તરોમાં દટાયેલી સભ્યતાનો સમય લગભગ ઈ.સ. પૂર્વે ૨૪૦ થી ઈ. સ. પૂર્વે ૧૬૦ સુધીનો હોવાનું મનાય છે. ટૂંકમાં ભારતમાં લેખનકલા ઈ. સ. પૂર્વે ૨૪૦૦થી પ્રચલિત હતી જ એ સ્પષ્ટ થાય છે.
લેખનકળાનાં સંસાધનોને આપણે ત્રણ વિભાગમાં વહેચીશું.(૧) તાડપત્ર, કાગળ આદિ (૨) કલમ આદિ, (૩) શાહી આદિ. આ દરેક વિષે વિગતવાર જોઈશું.
૧. તાડપત્ર, કાગળ આદિ :
આમાં નીચેનાં સાધનોનો લેખનકાર્ય માટે ઉપયોગ થતો હતો.
(ક) તાડપત્ર : તાડનાં ઝાડ બે પ્રકારનાં થાય છે. ખરતાડ અને શ્રીતાડ. ગુજરાતની ભૂમિમાં ખરતાડનાં વૃક્ષો થાય છે. આ વૃક્ષનાં પત્રો સ્થળ, લંબાઈ, પહોળાઈમાં ટૂંકા તેમ જ બરડ હોવાથી તેનો લેખનકાર્યમાં ઉપયોગ થતો નથી. શ્રીતાડનાં વૃક્ષો મદ્રાસ, બ્રહ્મદેશ આદિમાં થાય છે. તેનાં પાંદડાં (પત્રો) ક્ષણ, લાંબાં, પહોળાં સુકુમાર અને ટકાઉ હોવાથી તેનો લેખનકાર્યમાં ઉપયોગ થાય
(ખ) કપડું : કપડાનો ઉપયોગ લેખનકાર્ય માટે થતો. ઘઉના આટાની ખેપ બનાવી તેને કપડા ઉપર લગાડવામાં આવે છે. તે સૂકાઈ ગયા પછી તે કપડાને અકીકના અગર તેવા કોઈ પણ પ્રકારના ઘંટા વડે ઘૂંટવાથી તે કપડું લખવાને લાયક બને છે. પાટણ સંઘના વખતજીની શેરીમાં આવેલા ભંડારમાં “સં. ૨૩૬૨ મઢવી સુરિ વ ૩રા જીવ . મહિન્દ્રા સિવિતા પુ.” એવા અંતિમ ઉલ્લેખવાળું કપડાં ઉપર લખેલું એક પુસ્તક છે. કપડાનો ઉપયોગ પુસ્તક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org