________________
૮. જૈન હસ્તપ્રતસંશોધન અને સંરક્ષણ
ડૉ. વિજયકુમાર લા. પંડિત
વેદોને પરમાત્માની વાણી માનવામાં આવે છે. વેદો અને શાસ્ત્રો ગુરુમુખમાં જ રહેલાં છે. તેમનો અભ્યાસ કેવળ ગુરુ પાસેથી જ થઈ શકે. હસ્તપ્રતો કે ગ્રંથોમાંથી નહિ. હિન્દુઓ આજે પણ “મુહસ્થા વિદ્યા' અર્થાત્ જે પંડિતની
સ્મૃતિમાં જડાયેલી હોય તે વિદ્યાનો જ આદર કરે છે. લેખનકલા પ્રચલિત બની તે પૂર્વે મૌખિક અધ્યાપનની પદ્ધતિ પૂર્ણ રીતે વિકસિત થઈ ચૂકી હતી. ભારતમાં લેખનકલા કયારથી અસ્તિત્વમાં આવી એ કહેવું મુશ્કેલ છે, છતાં ભારતમાં પ્રાચીન કાળથી લેખનકલા અસ્તિત્વમાં હતી એ અંગેનાં પ્રમાણો મળે છે. વિદ્યાના અધિષ્ઠાતા બ્રહ્મા અને સરસ્વતીના હાથમાં હસ્તલિખિત ગ્રંથ ધારણ કરેલો હોય એવાં ચિત્રો અને શિલ્પો જોવા મળે છે. વૈદિક અનુશ્રુતિ મુજબ બ્રાહ્મી લિપિનું સર્જન પણ જગતના ચણા બ્રહ્માજીએ જ કર્યું છે. જૈન પરંપરામાં બ્રાહ્મી લિપિની ઉત્પત્તિ પ્રથમ તીર્થકર ઋષભદેવે કરી મનાય છે. જોકે આ અનુશ્રુતિઓની પ્રાચીનતા નક્કી કરવી મુશ્કેલ છે. જૈન આગમો પૈકીનાં ’ સમવાયાંગ સૂત્ર અને પણણવણાસૂત્ર જેનો સમય જૈન પરંપરા મુજબ અનુક્રમે ઈ.સ. પૂર્વે 300 અને ઈ. સ. પૂર્વે ૧૬૮ મનાય છે, તેમાં કુલ ૧૮ લિપિઓની યાદી આપી છે. ભારતની ગરમ આબોહવામાં ઈ. સ. પૂર્વ જેટલાં પ્રાચીન કાળનાં હસ્તલિખિત લખાણો અત્યારે તો નષ્ટ થઈ ગયાં છે. શિલાલેખોમાં સૌથી જૂના લેખો મૌર્ય રાજા અશોક (ઈ. સ. પૂર્વે ૩૦) ના મળી આવ્યા છે.
સિકંદરે (ઈ. સ. પૂર્વે ૩૨૭-૩૨૫) ભારત ઉપર ચઢાઈ કરી હતી. તેને લગતી નોધમાં તે સમયના સેનાપતિ નિઆર્કોસે લખ્યું છે કે અહીંના ભારતના લોકો રૂ અને ચીંથરામાંથી કાગળ બનાવતા હતા. એ જ રીતે કર્ટિસે અમુક વૃક્ષની (ભૂર્જ વૃક્ષની) ત્વચાનો લેખનસામગ્રી તરીકે ઉપયોગ થતો હોવાનું જણાવ્યું છે. બૌદ્ધસાહિત્યમાં સુરંત (સૂત્રાત)માં ઉલ્લેખિત અખરિકા (અક્ષરિકા) નામે રમતમાં વિનયપિટકમાં ઉલિખિત લેખ (લેખનકલા)માં;
ક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org