________________
મુકાળમાં ગૃહવિયનું ફારસી ભાષામાં ખતપત્ર ૭૫ વાળંદની શેરી પોપટીઆ વડ સામે' તેવો ઉલ્લેખ છે. એનો અર્થ એવો થઈ શકે કે તે વડ ઉપર રાત્રે પોપટ વિશ્રામ લેતા હશે. હજી પણ તે વડ હયાત છે. તે વિસ્તાર પોપટીવાડ' તરીકે ઓળખાય છે. આ હકીકત પરથી સિદ્ધ થાય છે કે વટવૃક્ષનું આયુષ્ય ઘણું લાંબુ કહેવાય.
(૨૨) એક મકાનના વેચાણ વખતે તેના ચોકમાં પીપળાનું વૃક્ષ છે તેવો પણ ઉલ્લેખ જાણવામાં આવ્યો છે.
તે સમયના સમાજના રૂઢિ-રિવાજે, ધંધા, વ્યવસ્થા, આર્થિક પરિસ્થિતિ અને એવાં અનેક પાસાંઓનો તલસ્પર્શી અભ્યાસ કરવા માટે આ ખતપત્રો પૂરતો અવકાશ આપે છે. અભ્યાસીને માટે સારી માહિતી મળી શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org