________________
૭૪ હસ્તપનવિદ્યા અને આગમ સાહિત્ય: સંશોધન અને સંપાદન
(૧૨) મકાનના બાંધકામમાં વપરાતી વસ્તુઓનું વર્ણન લખાતું જેમ કે પાકી ઈટો વડે ચણાએલું, પાટડીઓ, પીઢીઆ, સાગની વળીઓ, વાંસના ખપાટીઆ અને નળિયા વડે છાંયેલું. વરસાદના પાણીના નિકાલની ખાસ ચોખવટ કરવામાં આવતી.
(૧૩) વડીલોપાર્જિત મિલકતમાં દીકરીનો પણ ભાગ રાખવામાં આવતો કદાચ મુસ્લિમ શાસન અને ધારાધોરણ (શરીઅત)ની સાંપ્રત સમાજ ઉપર અસર હશે.
(૧૪) જ્યારે જ્ઞાતિનો ઉલ્લેખ કરવામાં આવતો ત્યારે તેઓના ચોક્કસ વ્યાપારની પણ નોંધ લેવાતી. જેમ કે કુંભાર કોદર ઈટો બનાવનાર કે નળીયાં બનાવનાર, સુથાર ઘોટીલા ઘડનાર અથવા ફાળકા કે વજન તોલવાની દાંડી બનાવનાર. ખત્રી ઉસ્સાર એટલે તૈયાર થયેલા કાપડને ઉસ વડે ધોઈને (આ ઉસ પ્રાંતીજ બાજુથી ક્ષારની પોપડીઓ સ્વરૂપે લવાતો) સ્વચ્છ બનાવનાર.
(૧૫) અમદાવાદમાં દાઉદી વ્હોરા અલ્પ સંખ્યક છે તેમને માટે “નાની કોમના મુસ્લિમ અને પ્રમાણમાં બહુસંખ્યક એવી સુન્ની જમાત માટે મોટી કોમના મુસ્લિમ' એવો કોઈક ખતપત્રમાં ઉલ્લેખ થયો છે.
(૧૬) પક્ષકારો કે સાક્ષીમાં કોઈ બહેન વતી અન્ય વ્યક્તિ સહી કરે ત્યારે નામ આગળનું ક (સાથિયાનું) ચિહ્ન દોરવામાં આવતું.
(૧૭) મકાન વેચનાર - લેનારના અટક અથવા જ્ઞાતિના ઉલ્લેખ સાથે ચાર પેઢીનાં નામો લખાતાં જેમ કે કહાર (ભોઈ) -માધવ બીન કુબેર બીન મનસુખ બીન જગજીવણ વગેરે.
(૧૮) નાણાંકીય આપ-લેમાં અકબરશાહી કે મહેમૂદશાહી ટંકા બે પ્રમાણે ગુજરાતી ટંકશાળનો ચલણમાં વપરાતો રૂપિયે એક ગણાતો. તેથી બન્ને પ્રકારના ચલણનો ઉલ્લેખ કરીને ચોખવટ કરાતી.
(૧૯) પક્ષકારો અને સાક્ષીઓ ફારસી ભાષામાં સહી ન કરી શકે તેવે વખતે દેવનાગરી અથવા કાનામાત્રા વિનાની અપભ્રંશ બોડીઆ ભાષામાં સહી કરતા. તેમાં સ્થાનિક અસરને કારણે લખાણમાં અશુદ્ધિ રહેતી. દા.ત. ખત્રી કોમ માટે ખતરી, ખાતરી, ષટરી, ષટ્ટડી, ખાતડી, કતરી અથવા ખટ્ટડી લખાતું.
(૨૦) કચેરીમાં શાસક અધિકારી સમક્ષ સહી કરીને સાથે શિરસ્તા મુજબ અથવા અધિકારી સામે માન રાખીને કુબેરના ઘણા બા હજુર” વાક્ય લખાતું. (૨૧) એકસો પચાસ વર્ષ જૂના દસ્તાવેજમાં મકાનના ચોકકસ સ્થળ માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org