________________
મુઘલકાળમાં ગૃહવિક્રયનું ફારસીભાષામાં ખતપત્ર
(૩) ખતપત્ર લખવામાં વાત-કલમ અથવા બરૂનો કિત્તો વાપરવામાં
આવતો.
(૪) કાળા રંગની શાહી એવી ઘટ્ટ બનાવાતી કે અક્ષરો કાળા, જાડા અને સુવાચ્ય બની રહેતા. આ શાહીમાં દીવેલના દીવાની મેશ અને કોઈકવાર લાખના દ્વાવણનું મિશ્રણ પણ વપરાતું.
(૫) ખતપત્ર ઉપર તત્કાલીન શહેરકાઝીના નામની હીજરીસન સાથેની સુંદર અને સુડોળ મહોર મારવામાં આવતી. તેની ભાષા સુવાચ્ય અને સુરેખ રહેતી.
(૬) એક કરતા વધારે નકલો તૈયાર કરાતી ત્યારે ફારસીમાં ‘અસલ ઉપરથી નકલ’ તેવો વાક્યપ્રયોગ યોજવામાં આવતો.
(૭) શહેરના નામને અલંકારિક ભાષામાં લખાતું જેમ કે ‘દુનિયાના ખૂબસુરત (સુંદર) શહેરોમાં દુલ્હન (નવોઢા) સમાન અને મજબૂત કોટવડે રક્ષાયેલું શહેર અહમદાબાદ.’
૭:
(૮) ખરીદવેચાણના મકાનનું ચોક્કસ સ્થાન દર્શાવવા નજદીકના જાહેર સ્થળ કે ઇમારતનો ઉલ્લેખ કરાતો જેમ કે ભંડેરીપુરા ચકલામાં રાજમાર્ગ ઉપર ‘દરવેશ જોટીંગશા પીરની મજાર સામે' તીનલીમડી વિસ્તારમાં સૈયદ બુખારી (પીરણાના ધાર્મિક સ્થળના સેવક) ના વિશાળ મકાનની બાજુમાં અથવા હવેલી ઢીકુવા વિસ્તારમાં વલંદાની કોઠી સામે.
(૯) શહેરમાં તે સમયે પણ પાણીની તંગી વર્તાતી હશે. તેને ધ્યાનમાં લઈને પીવા, રસોઈ કરવાના પાણી માટે મકાનના બાંધકામ અગાઉ ઓસરી કે છીંડીમાં કૂવો બનાવવાનું આયોજન કરાતું.
(૧૦) વિશાળ મકાનોના તળીએ વરસાદી પાણી સંગ્રહી રાખવા માટે જમીનમાં પાણીના ટાંકાનું આયોજન કરાતું. ઘણી વખત બે મકાન વચ્ચે સહિયારુ ટાંકુ પ્રયોજવામાં આવતું. ઘણા મોટા ટાંકામાં ઊતરવા માટે ચણેલી નીસરણી અને ગરમીમાં બેસવા માટે બેઠકો બનાવવામાં આવતી. આવા ટાંકાઓને વિવિધ પ્રકારની કમાનોના ટેકા વડે મજબૂત બનાવવામાં આવતા. કોઈક ટાંકુ બે કે વધારે ઓરડાવાળું બનાવાતું. આ પાણી બારેમાસ ચોખ્ખું અને તાજું રહેતું, અને સામાન્ય વપરાશમાં કે ધંધા કામમાં લેવાતું. ટાંકાના પાણીના સહિયારા ઉપયોગ માટે પણ સ્પષ્ટ લખાણ કરાતું.
(૧૧) મકાનના બાંધકામનું ક્ષેત્રફળ સુથારી ગજ (બે ફૂટનો ગજ) ના માપમાં લખાતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org