________________
૭૨
હસ્તપ્રતવિદ્યા અને આગમ સાહિત્ય : સંશોધન અને સંપાદન
વેચાણ લેનાર :
ખાતરી બેચર મૂળચંદ છે. આ મકાનની કિંમત મહંમદશાહી રૂપીઆ ર0 બસો એટલે કે ગુજરાતી ટંકશાળના ચલણ મુજબ રૂપીઆ ૧૦૦/ એકસો થાય છે. આ રૂપીઆ અમીચંદ ખાતરીને મળ્યા છે અને તે કબૂલ કરે છે, કે હવે આ મકાનનો કબજે, ભોગવટો, હકક, હિસ્સો ખાતરી બેચર મૂળચંદને આપી દીધો છે. તેમાં કાંઈ ભૂલચૂક થાય તો તેને માટે ખાતરી અમીચંદ જવાબદાર છે. આ ખરીદ-વેચાણ બન્ને પક્ષકારોને કબૂલ મંજૂર છે. લખાણ સમયે કચેરીમાં પક્ષકારોના સાક્ષીઓ હાજર છે. (૧) ખાતરી મૂળચંદ બીન કિશોર બીન માણેક છે. તે રંગે ઘઉં વર્ણના છે. આંખો ઉપર કાળી ભમરો જડી છે. આંખોનો રંગ કાળો છે. (૨) ખાતરી માણેકચંદ લક્ષ્મીચંદ છે, તેઓ ઘઉં વર્ણના છે, ચહેરા ઉપર શીળીનાં ચાઠાં છે. ભ્રમરો, કાળી, જાડી અને બન્ને બાજુથી જોડાયેલી અને ઊંચી છે. નાકની જમણી બાજુએ કાળું ચાઠું છે, અને ડાબી બાજુએ કાળો તલ છે.
આ બન્ને સાક્ષીઓની હાજરીમાં શહેરકાઝીની કચેરીમાં હીજરી સન ૧૧૯૩માં એટલે ઈ. સ. ૧૭૭૮માં આ દસ્તાવેજ કરવામાં આવ્યો. કાઝી મહંમદ સિરાજુદ્દીન હકની હાજરીમાં બન્ને પક્ષકારોને કબૂલ મંજૂર છે.
સાક્ષીઓની સહી :
(૧) ખાતરી ખેમચંદ (૩) ખાતરી વિરજરામ (૫) જનોઈધારી બ્રાહ્મણ
(૨) ખાતરી જગજીવણ (૪) કાયસ્થ વિની (વિજ્યરામ) (૬) ખાતરી ભુખણદાસ
મુઘલકાલીન ફારસી ભાષામાં લખાયેલા ખતપત્રોની લાક્ષણિકતાઓ :
મુઘલકાલીન ફારસી ભાષામાં લખાયેલા દસ્તાવેજો મોટાભાગે હવેલી ભંડેરીપુરા, હવેલી તીનલીમડી અને હવેલી ઢીંકુવા આદિ સ્થળોના ઉપલબ્ધ બન્યા છે. તે ત્રણે સ્થળોના ખતપત્રોની વિશિષ્ટતાઓ નોંધપાત્ર છે.
(૧) કારસી ખતપત્ર લખવા માટે વપરાતું કાપડ સફેદ, જાડું ખાદી જેવું, છતાં વણાટમાં ઘટ્ટ રહેતું. તે સમયના હરિજન વાગકરો એવું ટકાઉ કાપડ વણતા કે જે લાંબા સમયના અંતરે કહોવાઈ કે સડી ના જાય.
(૨) કાપડ ઉપર કાંમિશ્રિત દ્રાવણ ચડાવવામાં આવતું તેમાં એવાં દ્રવ્યો મેળવવામાં આવતાં કે ઊધઈ અથવા કીટકો કાપડનો નાશ ન કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org