________________
૭૧
મુઘલકાળમાં ગૃહવિક્રયનું ફારસી ભાષામાં ખતપત્ર મહીર અથવા સિકકો મહંમદ સિરાજુદ્દીન હકક હીજરી સન - ૧૧૯૭
પક્ષકારોનું કબૂલાતનામું :
દુનિયાનાં સુંદર શહેરોમાં નવોઢા સમાન સુરક્ષિત શહેર અહમદાબાદના કોટ વિસ્તારમાં ભંડેરીપુરા હવેલી – ચકલામાં પાડાપોળમાં આ મકાન આવેલું છે. કાઝીની કચેરીમાં ખાતરી અમીચંદ અભેચંદ હાજર થઈને કબૂલ કરે છે કે તેને વારસામાં મળેલું અસલ હકક હિસ્સાવાળુ આ મકાન તેની માલિકીનું છે.
મકાનનું વર્ણન:
મકાનના આગળના ભાગમાં એક મોટો વિશાળ ઓટલો આવેલો છે. તેની એક બાજુએ ડેલી આવી છે. ડેલી ઉપર મેડો છે. એક પરશાળ અને મોટો ખુલ્લો ચોક છે. ચોકની ત્રણે બાજુ ઓરડા આવેલા છે. અને છીંડીમાં એક કૂવો આવેલો છે. આ મકાનની બીજી બાજુએ મીઠીબહેનનું મકાન છે. આ બન્ને મકાન વચ્ચે સહિયારું એક પાણી ભરવાનું ટાંકુ આવેલું છે. તેમાં વરસાદનું પાણી ભરવામાં આવે છે અને બન્ને ભાઈબહેન બારેમાસ તે ટાંકાનું પાણી વાપરે છે. આ મકાન પાકી ઈટો વડે ચણેલું છે. તેના ઉપર એક મેડી આવેલી છે. છાપરાને લાકડાની પાટડીઓ, પીઢીઆ, વળીઓ, વાંસના ખપાટીઆ અને નળિયાં વડે છાયેલું છે. મેડી ઉપર ઉત્તર બાજુએ બારીઓ આવેલી છે. અને ચોક, ચાલ, પાણીનો નિકાલ આગળ આંગણામાં થઈને અને પાછળ બંધ ગલીમાંથી થાય છે. વરસાદના પાણીના નવ બે ઢાળિયું-છાપરુ હોવાથી બન્ને બાજુ વહે છે. આ મકાન સુથારી ગજ ૩૮૭ માપની જમીન ઉપર બાંધવામાં આવ્યું છે.
હવે ખાતરી અભેચંદની દીકરી અને ખાતરી અમીચંદની બહેન મીઠીબહેન તેના ભાઈ અમીચંદની તરફેણમાં પોતાના વારસાહકક, હિસ્સો જતો કર્યો છે અને તેનું લખાણ કરવામાં આવ્યું છે. હવેથી આ મકાન ખાતરી અમીચંદ અભેચંદના સંપૂર્ણ કબજ, ભોગવટા સાથે અને અસલ હકક હિસ્સા સાથે માલિકી હકકવાળું બને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org