________________
- ૭. મુઘલકાળમાં ગૃહવિક્રયનું ફારસી ભાષામાં ખતપત્ર
ગોવિંદભાઈ મોદી
અમદાવાદ શહેરની અંદર કાળુપુર વિસ્તારમાં કોટની અંદર એક પોળ આવેલી છે. તેનું નામ છે ભંડેરીપોળ. સલ્તનતના સમયમાં તે સ્થળે એક વિશાળ નગર હતું. તેનું નામ હતું ભંડેરીપુરા. ફારસી ઇતિહાસકારોએ તેની નોંધ હવેલી ભંડેરીપુરા અથવા ચકલા ભંડેરીપુરા તરીકે લીધી છે. આ વિસ્તારમાંથી વિવિધ સ્થળોએથી લગભગ ત્રણસો વર્ષની આસપાસમાં લખાયેલા ફારસી ખતપત્રો ઉપરથી આ નગરની વિશાળતા, સમૃદ્ધિ અને સમાજવ્યવસ્થાનો અંદાજ આવે છે.
પ્રમાણભૂત સાધનો જેવા કે સુતરાઉ કાપડ ઉપર તત્કાલીન શહેરકાઝીની મહોરવાળા ખતપત્રોમાં મકાન, જમીન અને અન્ય મિલકતોના ખરીદવેચાણના ઉલ્લેખો જાણવા મળે છે. તે સમયે ભારત ઉપર મુઘલ શહેનશાહી દિલ્હીની રાજગાદી ઉપરથી શાસન સંભાળતા. ગુજરાત ઉપર રાજ્યવહીવટ સંભાળવા માટે દીલ્હીથી સુબાઓ મોકલવામાં આવતા. શહેનશાહ અકબરના, સમયમાં રાજાટોડરમલની ગુજરાત ખાતે નિમણૂક કરવામાં આવી હતી. તેઓ જમીન માપણી, જમીનમહેસૂલ અને મોજણી અને જમાબંધી કાર્યમાં કુશળ, નિષગાત હતા. તેમના સમયમાં ફારસી ભાષાને રાજ્યભાષાનો દરજ્જો આપવામાં આવ્યો હતો, અને સમગ્ર રાજ્યવહીવટ કારસી ભાષામાં થવા માંડ્યો હતો. પ્રજામાંથી બુદ્ધિશાળી, પ્રબુદ્ધ અને આગળ પડતી જ્ઞાતિઓમાંથી ફારસીભાષાનો જાણકાર એક વર્ગ ઊભો થયો અને આ રીતે ખતપત્રો ફારસી ભાષામાં લખાવાની શરૂઆત થઈ.
અમદાવાદમાં શહેરકાઝીની કચેરીમાં ફારસી ભાષામાં લખાયેલા ખતપત્રો લખવાનું અને નોંધણી કરવાનું કામકાજ શરૂ થયું હતું.
ભંડેરીપુરાનું એક ખતપત્ર તે સમયના શહેરકાઝી સિરાજુદ્દીન હક્ક હીજરી સન ૧૧૯૩ એટલે ઈ. સ. ૧૭૭૮ના વર્ષે તેમની હાજરીમાં લખવામાં આવ્યું હતું. તે ખતપત્રનું ગુજરાતીમાં ભાષાન્તર નીચે પ્રમાણે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org