________________
હસ્તપ્રત-પ્રકાશન : મર્યાદાઓ અને અપેક્ષાઓ ઉલ્લેખ થયો છે; જ્યારે લહિયાઓએ તેઓનાં કેટલાંક પત્રોમાં ચૂર્ણિ/અવચૂર્ણિ જેવા સુધારા કર્યા છે તે ઉપર (VI. ૨) જણાવ્યું છે ! લહિયાઓની આવી પ્રવૃત્તિ પાછળ પણ આ બધી પ્રતો એકમેક થઈ ગઈ છે, તે જ કારણ તરીકે ગણાવી શકાય ! એક એવું પણ તારવી શકાય કે જેટલી ચૂર્ણિની પ્રતો છે તે બધી સાથે અવચૂરિ વ્યાખ્યાનની પ્રતો પણ ભેગી હોવી જોઈએ, પ્રત ૬૫૩૧ સાથે પ્રત ૬૫૩૨ સળંગ હતી તેવું ઉપર (VI. ૧) જણાવ્યું છે. પ્રત ૮૫૪ સ્વતંત્ર જાય છે, પણ પ્રત ૬૫૪૯ (જુઓ પત્ર ૬૦૧-૬૭૮) પણ કોઈ ચૂર્ણિપ્રત સાથે હશે, જેને પાછળથી છૂટી પાડવામાં આવી લાગે છે. વળી, આમ “અવચૂરિ" ના ખોટા શીર્ષક નીચે તથા ચૂર્ણિની હસ્તપ્રતોની અંદર ‘વ્યાખ્યાન' ટીકા લુપ્ત થયેલી હાલતમાં રહી ગઈ, અને તે જ્યારે પ્રકાશમાં આવી - આજે પ્રાપ્ત થઈ - ત્યારે પણ હજી “અવચૂરિ’ ના અંધારપછેડામાં જ પડી રહી છે. આ રીતે ગંધહસ્તિની આચાર ટીકા પણ ક્યાંય લુમ રહી ગઈ હોય તો નવાઈ નહીં! અનેક હસ્તપ્રતોનાં પત્રો જોતાં, અધ્યયન કરતાં કદાચ આ ટીકા પણ આપણા નસીબમાં પ્રાપ્ત થઈ જાય ! આવું ક્યારે સંભવે ?
ઉદારતા અને સહકાર :
જો સાધુસમાજ અને ખાનગી જૈન સંસ્થાઓના સંચાલકો આ માટે જરાક ઉદારતા દાખવે અને સહકાર બક્ષે તો આવી હસ્તપ્રતો પ્રાપ્ત પણ થઈ જાય ! અમુક જૈનેતર છે કે શ્વેતાંબર/દિગંબરનો છે તેથી અમુક જૈન આગમની હસ્તપ્રત તેને ન અપાય; અથવા અમુક વિષયના જૈન આગમો અમુક પ્રકાશિત ન કરે, - એવું બધું ક્યાં સુધી ? દિલ્હીમાં એક જૈનેતર વ્યકિતને સંશોધનાર્થે એક જૈન આગમની હસ્તપ્રત (ની ફોટોસ્ટેટ પણ) આપવાની અમુક સંસ્થાએ ના પાડી; અને તે રીતે એક આગમ ગ્રંથ સંબંધિત હસ્તપ્રત માટે પણ એક સાધુએ અહીં આનાકાની કર્યાની હકીકત પણ જાણવા મળી છે. સાચા ભિક્ષુને સાધુને તો પરિગ્રહમાં મમત્વ હોતું જ નથી (જે વિહૂ.... હું ગમમામાને આચાર ૮૮); એવો ભગવાન મહાવીરનો ઉપદેશ ક્યારે સમજાશે ? એકલી એક જ હસ્તપ્રતનું પ્રકાશન કરવું શક્ય નથી, અને તે પ્રકાશન થાય તો પણ પાઠાંતરો વગર તેની કિંમત કેટલી ? તેની ફોટોસ્ટેટ જ આપવાની રહેતી હતી, અને તે હસ્તપ્રત તો જે તે માલિકની પાસે જ રહેવાની હતી !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org