________________
૬૬
હસ્તપ્રતવિદ્યા અને આગમ સાહિત્ય: સંશોધન અને સંપાદન
કેટલીકવાર ભેગા આપવામાં આવ્યા છે, તેમાં અવચૂરિના ગ્રંથાગ્ર ૩૫૯૦ લાગે છે (જુઓ પ્રત ૯૦ અને ૯૯૭૯), અવચૂરિના પોથી-પ્રકાશન મુજબ તેના ગ્રંથાગ્ર ૩૧૧૮ છે, તેથી કદાચ પ્રતમાં કે પોથી-પ્રકાશનમાં ભૂલ હોય ! બંને પ્રતોના સમગ્રતયા ગ્રંથાગ્ર લગભગ ૬૦ (જુઓ પ્રત ૯૧, ૬૫૩૧, ૯૯૯૯) ગણીએ અને અવચૂરિના ગ્રંથા લગભગ ૩૬00 ગણીએ તો ચૂર્ણિના ગ્રંથાગ્ર લગભગ +/-૨૪૦૦ થાય. પોથી-પ્રકાશનના ગ્રંથાગ્ર ૩૧૧૮ ગણતાં ચૂર્ણિના ગ્રંથાગ લગભગ +/-૨૯૦૦ થાય. આમ કોઈક કારણથી ચૂર્ણિના ગ્રંથાગ્રમાં +-પ0 નો તફાવત રહે છે. એટલે કે સરેરાશ : જો દરેક પત્રની બાજુ ૨૨ સે.મી. X ૮ સે.મી. હોય, તેમાં ૧૬ લીટીઓ સમાતી હોય, અને દરેક લીટીમાં જો ૬૫ અક્ષરો આવે તો લગભગ ૫૦૦ ગ્રંથાગ = +-૧૫ પત્ર ચૂર્ણિપ્રતમાં વધી જાય! આમાં પ્રતના અક્ષરોની ઝીણવટ, લીટીઓ, પત્રની લંબાઈપહોળાઈ, લખાણ તથા પૃષ્ઠસંખ્યા પત્રની એક જ બાજુએ છે કે બંને બાજુએ તે, તથા લહિયાઓની ભૂલો, વગેરે વગેરે - બધી બાબતોનો વિવેક કરવો રહ્યો. વળી, પત્રસંખ્યા જતાં, તેમાં વધઘટ દેખાઈ આવે છે, જેમકે પ્રત ૮૩૪ અવચૂરિ = ફક્ત ૩૫ પત્રમાં જ્યારે પ્રત ૬૫૪૯ અવચૂરિ = ૭૮ પત્રમાં પૂરી થાય છે ! આ રીતે પત્ર ૯૯૯૯ ચૂર્ણિ : ફક્ત ૪૨ પત્રમાં, જ્યારે પ્રત ૩૭૩૧ ચૂર્ણિ ૮૦ પત્રમાં પૂરી થાય છે ! આથી ચૂર્ણિપ્રત માટે +-૧૫ પત્રની ઉપેક્ષા કરતાં એમ લાગે છે કે ચૂર્ણિપ્રતની અને અવચૂરિપ્રતની પત્રસંખ્યા, દરેકની લગભગ ૫૦ = સમાન જાય છે, અને બંને પ્રતો ભેગા મળીને પત્રસંખ્યા લગભગ ૧૦૦ થાય છે.
૮. એક બાબત હજી કાંઈક અસ્પષ્ટ રહે છે. અવચૂરિની અંતિમ ઈતિશ્રી જેવી જ ઇતિશ્રી ચૂર્ણિના અંતે પણ કેમ? જુઓ ચૂર્ણિપ્રત ૯૦, ૯૧, ૬૫૩૧, ૬૭૩૧, ૯૯૯૯ તેમાં ચૂર્ણિ ઉપરાંત અવચૂરિનો પણ ઉલ્લેખ (પ્રતો ૯૦, ૯૧, ૯૯૯૯) તથા અવસૂરિના ગ્રંથાગ્ર (પ્રતો, ૯૦, ૬૭૩૧, ૯૯૯૯) ઉપરાંત બંને પ્રતોના સમગ્ર ગ્રંથાગ્ર (પ્રતો ૯૧, ૬૫૩૧, ૯૯૯૯) આવે છે ! ચૂર્ણિઓની બીજી હસ્તપ્રતોનાં અવલોકન કરતાં આ બાબત ઉપર કાંઈ પ્રકાશ પડી શકે. પણ અહીં એમ માનવું રહ્યું કે ચૂર્ણિ-અવચૂરિની પ્રતો ભેગી રહેતી; તેમાં ચૂર્ણિની ઇતિશ્રી અને અવચૂરિની ઇતિશ્રી પણ પરસ્પરનો ઉલ્લેખ કરતી હશે, તથા પરસ્પરના ગ્રંથાગ દર્શાવતી હશે. આના લીધે પ્રત ૬૫૪૯ અવચૂરિની ઇતિશ્રીમાં ચૂર્ણિનો ઉલ્લેખ થયો છે અને પ્રત ૬૫૩૨ અવસૂરિની ઇતિશ્રીમાં અવસૂરિનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org