________________
૬૦
હસ્તપ્રતવિદ્યા અને આગમ સાહિત્ય: સંશોધન અને સંપાદન
નિયમો (intrinsic criteria) રચી તેને ઠીક અનુસરવું જોઈએ. અસંખ્ય હસ્તપ્રતોના અને વાચનાઓના આધારે મહાભારતની સમીક્ષિત આવૃત્તિના પ્રકાશન માટે વી.એસ. સુકથંકરને પણ પોતાનો આગવો માર્ગ નક્કી કરવો પડ્યો હતો. તે તેણે પ્રકાશિત મહાભારતની મહા-પ્રસ્તાવનામાંથી (Prolegomenon) જાણી શકાય છે.
સામાન્ય રીતે હસ્તપ્રત-પ્રકાશન કાર્ય બે પ્રકારમાં વહેંચી શકાય: (i) સંશોધનાર્થ : કોઈ વિદ્વાને તૈયાર કરેલું સંશોધન-લક્ષી હસ્તપ્રત-પ્રકાશન, અને (ii) નિતાંત ગ્રંથ-પ્રકાશનાર્થ: હસ્તપ્રતને આદર્શ માની તેને અનુસરીને ગ્રંથ-પ્રકાશન થાય, પણ બાકીની હસ્તપ્રતોમાંથી કે ઇતર ગ્રંથોમાંથી પાઠાંતરો અપાવા જોઈએ કે નહીં તે બાબત ગૌણ રહે, આવાં પ્રકાશનોમાં પોથી-પ્રકાશનો સમાઈ જાય છે..
ભગવતી-ચૂર્ણિ – “અવચૂરિ', હસ્તપ્રતો :
ઉપર નિર્દેશેલા પોથી-પ્રકાશનો વિષે કાંઈ સંક્ષેપમાં જણાવવાનું અહીં આવશ્યક થઈ પડે છે. હસ્તપ્રતોના પાઠોમાં કે ક્યાંય ફેરફાર કરવો એ ઠીક નથી. આવા હસ્તક્ષેપો” પોથી-પ્રકાશનોમાં વધુ જોવા મળે છે; અને ફેરફારો કે વધારો કરવાની આવી પ્રવૃત્તિનાં મૂળ ઠેઠ હસ્તપ્રતના લહિયાઓ સુધી ફેલાયેલાં હોય છે તે અહીં ઉદાહરણરૂપે ભગવતી ઉપરની ચૂર્ણિ,અવચૂરિની હસ્તપ્રતોના અવલોકનથી જાણી શકાશે.
(૧) ભગવતીસૂત્ર પર આગળ સંશોધન કરવા માટે જિનરત્નકોશ (હ. દા. વલંકર, - BORI, Poona 1944; p. 290) અને મુખ્યત્વે વડોદરાના પ્રાપ્ય વિઘા” વિભાગના સંશોધન સામયિક (૨૫; ૨ જી ડિસેમ્બર ૧૯૭૫) મુજબ ભગવતીચૂર્ણિની હસ્તપ્રતો ક્રમાંક ૯૦, ૯૧, ૮૫૪, ૬૫૩૧, ૬૫૩૨, ૬૫૪૯, ૬૭૩૧ અને ૯૯૯૯ માંથી કોઈ યોગ્ય પ્રત પ્રાપ્ત કરવા ૧૯૭૮માં હું પાટણ ગયો, અને પૂરા ગ્રંથની માલૂમ પડતાં તે પ્રતોમાંથી ૮૫૪ સિવાયની બે હસ્તપ્રતો (૬૫૩૧ અને ૬૫૪૯) લાવીને મેં તેમની ફોટોસ્ટેટ કરાવી દૈવયોગે ૧૯૭૪માં સુરતથી પોથી-પ્રકારે બહાર પડેલું : “ભગવતી-અવચૂરિ” શીર્ષકવાળું એક પ્રકાશન જોવા મળતાં, મેં તે મેળવી લીધું અને હસ્તપ્રતોની સાથે સાથે તેનો પણ અભ્યાસ કરતાં જણાયું કે, આ ‘ભગવતી-અવચૂરિ’ તે હસ્તપ્રતોના જ ગ્રંથનો ઉતારો છે! પણ કોઈ પંડિત-પ્રકાશકે તેના આ પોથી- પ્રકાશનમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org