________________
હસ્તપ્રત-પ્રકાશન : મર્યાદાઓ અને અપેક્ષાઓ
૬૧
પ્રસ્તાવના-રૂપે કાંઈપણ માહિતી આપી નથી કે તેણે ક્યાંથી, કેવી રીતે, કેટલી સંખ્યામાં હસ્તપ્રતો મેળવી. પણ તે પ્રકાશનમાં કોઈ કોઈ વાર તેણે સંસ્કૃતમાં પાદદિપો મૂકી છે, તેમાંથી કાંઈ તારવી શકાય કે તમે કોઈ ૬-૭ હસ્તપ્રતોનો ઉપયોગ કર્યો હશે. આ ટિપમાં તે આ “અવચૂરિ’ને ‘ટીકા' તરીકે જણાવે છે. તેના એક પાના પર નાગરી લિપિમાં પરંતુ ગુજરાતી ભાષામાં બે ટિપ આવે છે, જેમાં આ ‘અવસૂરિ' નો ચૂર્ણિ' તરીકે નિર્દેશ કર્યો છે ! (કદાચ, આ બે ટિપ પંડિત-પ્રકાશકની ન હોય, પરંતુ કોઈ અન્ય અવિદ્વાનનો હસ્તક્ષેપ” હોય એમ લાગે છે !) વળી, આ પ્રકાશકે શરૂઆતમાં સૂત્રગ્રંથોના ક્રમમાં પણ ઘણો ફેરફાર કર્યો છે, તથા ઠેર ઠેર શતક, ઉદ્દેશ વગેરેના પ્રારંભ માટે તથા અંતે મળતી ઇતિશ્રી માટે હસ્તપ્રતને અક્ષરશ: અનુસર્યો નથી. તે ઘણી વાર સૂત્રગ્રંથ (= સૂત્રપ્રતીક) આગળ સૂત્ર જેવો શબ્દ તથા ટીકાગ્રંથ આગળ “વપૂરિ’ જેવો શબ્દ નોધે છે. . (૨) મૂળે બંને હસ્તપ્રતોમાં થયેલા ફેરફાર પણ ધ્યાન ખેંચે એવા છે. પ્રત ૬૫૩રના અંતે ઇતિશ્રીમાં ‘તિ મત્યવળિ: રસમાંતા” એમ લહિયાએ નોંધ્યું છે, જ્યારે તે પ્રતના દરેક પાત્રની ડાબી બાજુના હાંસિયા ઉપર મા-૧ ની નોંધ આવે છે, પણ તે પ્રતના છેલ્લા પત્રમાં તેવી નોધ સુધારીને ત્યાં ‘વિપૂરિ’ લખ્યું છે. આ રીતે પ્રત ૬૫૪૯ ના અંતે ઇતિશ્રીમાં લહિયાએ ‘તિ માવતી ન્યૂ : પરિસમાંતા' એમ લખ્યું છે, અને તે પ્રતનાં પાત્રોના ડાબી બાજુના હાંસિયે ઉપરના ભાગમાં પત્ર ૬૧૧-૬૧૬ પર ‘મ-૩વચૂરિ', પત્ર, ૬૩૮દ૬૯ પર “મા. 7.” અને વળી પત્ર ૬૩૬, ૬૩૭, ૬૭૦, ૬૭૮ પર ફરીથી મ.ચૂળ જેવી નોધો કરી છે, પરંતુ પત્ર ૬૦૧-૬૧૦ પર આવતી “માગૂર્જ” જેવી નોધ ઉપર “વ ઉપસર્ગ મૂકી તે “મા.વિભૂ’િ જેવું વંચાય તેવી કોશિશ કરી છે. (આવા સુધારા-વધારા કદાચ મૂળ લહિયાએ જ કર્યા હોય એવું લાગે છે. લહિયાઓને આવા ફેરફારો કરવા પડ્યા તે પાછળનું કારણ આગળ સ્પષ્ટ કરવામાં આવશે. VI. ૮).
(૩) ઉપર્યુકત હસ્તપ્રતોનો તથા પોથીનો અભ્યાસ કરતાં સ્પષ્ટ થાય છે કે તે સળંગ સંસ્કૃતમાં રચાયેલી ભગવતીસૂત્ર પરની આજ લગી અજાણી રહેલી એક પ્રાચીન ટીકા છે. અભયદેવે પોતાની ભગવતી વૃત્તિ માટે આ ટીકાનો આધાર લઈ તેનો વૃત્તિ', 'ટીકા' કે મૂલટીકા' તરીકે ઉલ્લેખ કર્યો છે. જોકે મળી આવતી આ પ્રાચીન ટીકાને મેં વ્યાખ્યાન' નામ આપ્યું છે. અભયદેવની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org